Get The App

બીએમડબ્લ્યુ અકસ્માત કેસમાં ધરપકડ સામેની મિહિર શાહની અરજી ફગાવાઈ

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
બીએમડબ્લ્યુ અકસ્માત કેસમાં ધરપકડ સામેની  મિહિર શાહની અરજી ફગાવાઈ 1 - image


વરલી હિટ એન્ડ રન કેસમાં મહિલાનું મોત થયું હતું

આવા કેસોમાં આરોપીને ધરપકડનું કારણ જણાવવું  એ માત્ર ઔપચારિકતા હોવાનું નિરીક્ષણ અગાઉ જ કોર્ટે કર્યું હતું

મુંબઈ-  બોમ્બે હાઈ કોર્ટે બીએમડબ્લ્યુ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી મિહિર શાહને મુક્ત કરવાનો ઈનકાર કર્યો છે. અગાઉ આદેશ બાકી રાખતી વખતે કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે હિટ એન્ડ રન અકસ્માત જેવા કેસોમાં આરોપીને ધરપકડનું કારણ જણાવવું એ માત્ર ઔપચારિકતા છે અને તે પૂરી નહીં કરવાથી કંઈ ફરક પડતો નથી.

કોર્ટે આ નિરીક્ષણ  શિવસેનાના માજી નેતા ના પુત્ર મિહિર શાહ અને તેના ડ્રાઈવરે મુક્તિ માટે કરેલી અરજી પર પોતાનો આદેશ બાકી રાખતી વખતે કર્યું હતું. શાહ સામે એક મહિલાને બીએમડબ્લ્યુ કારની અડફેટે લઈને તેનું મોત નીપજાવવાનો આરોપ છે. કોર્ટે સોમવારે આપેલા આદેશમાં બંનેની અરજી ફગાવવામાં આવે છે એમ જણાવ્યું હતું. 

શાહ અને તેના ડ્રાઈવર રાજઋષી બિદાવતે અરજીમાં દાવો કર્યો હતો કે પોલીસે તેમની ધરપકડ કરતી વખતે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૫૦ને અનુસરવામાં આવી નથી. આ કલમ હેઠળ પોલીસે ગુનાની સંપૂર્ણ વિગત ધરપકડ વખતે જણાવવાની રહે છેે.

કોર્ટે અગાઉ જણાવ્યું હતું કે આ મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલા અનેક ચુકાદાની તેમને જાણ છે પણ આરોપી હિટ એન્ડ રન અકસ્માત કે હત્યા જેવા કેસમાં એક જ કારણસર આવો દાવો કરી શકે કે કેમ એના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

અકસ્માત થઈ ચૂક્યો છે અને વ્યક્તિ રંગે હાથે પકડાઈ છે તો પછી ધરપકડના કારણનો મુદ્દો ક્યાં આવે જ છે? આ કેસમાં આરોપી સ્પષ્ટ છે. મહિલાને અડફેટમાં લેવાઈ અને કાર પણ હતી. આરોપી એટલી ઉતાવળમાં હતો કે બાંદરા  વરલી સી લિંક ટોલ પર પોતાનું ફાસ્ટેગ કાર્ડ પણ ભુલી ગયો હતો.

એમ કઈ રીતે કહી શકાય કે ધરપકડનું કારણ જણાવ્યું નથી એટલે ધરપકડ રદ  કરી શકાય ? અમારા મતે આ  બાબત માત્ર ઔપચારિકતા છે. દરેક કેસની હકીકત અને સંજોગો જુદા હોય છે અને  એ અનુસાર તેની સાથે કામ લેવાનું હોય છે, એમ જજે નોંધ કરી હતી.

અમારા માટે આ પ્રાયોગિક કેસ છે. સંજોગોની કડી પરથી કેસ સ્પષ્ટ રીતે  પ્રસ્થાપિત થતો હોય એવામાં આરોપીને ધરપકડનું કારણ જણાવવાનું મહત્ત્વ કેટલું? એવો સવાલ કોર્ટને થયો હતો. કોર્ટે ૨૧ નવેમ્બરે આદેશ આપવામાં આવશે એમ જણવાયું હતું. 

વરલી વિસ્તારમાં ટુવ્હીલપર પર પતિ પ્રદીપ સાથે જઈ રહેલી કાવેરી નખવા નામની ૪૫ વર્ષીય મહિલાને શાહની કારે  પોતાની બીએમડબ્લ્યુ કારમ સાથે અડફેટમાં લીધી હતી. ઘટનાના બે દિવસ બાદ નવ જુલાઈએ શાહની ધરપકડ કરાઈ હતી. કારમાં શાહ સાથે તેનો ડ્રાઈવર બિદાવત હાજર હતો તેને પણ ઘટનાના સમયે પકડી પડાયો હતો. બંને હાલ અદાલતી કસ્ટડીમાં છે.

શાહ અને બિદાવતે હેબિઅસ કોર્પસ પિટિશનમાં ધરપકડ ગેરકાયદે હોવાનો દાવો કર્યો હતો. નીચલી કોર્ટે પોલીસ રિમાન્ડ અને અદાલતી કસ્ટડીના આપેલા આદેશને પણ રદ કરવાની શાહે દાદ માગી હતી. ઘટના સમયે શાહે દારુ પીધો હાવોના પોલીસે દાવો કયો હતો.



Google NewsGoogle News