મ્હાડાનો અધિકારી રૃ.60 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
બોરીવલીના અરજદારો પાસેથી લાંચ માગી
પુનઃવસન યોજનામાં ઘર માટે છ લાખની માગણી કરી હતી
મુંબઈ - એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ લાંચના આઈરોપસર મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ના એક એક્ઝિકયુટીવ એન્જિનિયર અને અન્ય બે વ્યક્તિની ધરપકડ કરી છે. એસબીએ રૃ.૬૦ હજાર રોકડા જપ્ત કર્યા છે. આ રકમ એન્જિનિયર માટે લાંચ તરીકે લેવામાં આવ્યા હતા. આ રકમ અભય યોજના હેઠળ દસ લોકો પાસેથી ઘર ફાળવણી માટે એકત્રિત કરવામાં આવેલી મોટી રકમનો એક ભાગ હતો.
આરોપીએ શરૃઆતમાં રૃ.૬.૬ લાખની માગણી કરી હતી પરંતુ રૃ.૬૦ હજાર લેતી વખતે પકડાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ બોરીવલી વિભાગ દસ અરજદારોએ ઝૂંપડપટ્ટી પુનર્વસન અભય યોજના હેઠળ ઘરો માટે અરજી કરી હતી. ઘરની ફાળવણી માટે પ્રત્યેક વ્યક્તિ પાસેથી રૃ.૬૦ હજારની માગણી કરવામાં આવી હતી.