Get The App

ભારતમાં માનસિક બીમારીની અવગણના થાય છેઃ હાઈકોર્ટ

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
ભારતમાં માનસિક બીમારીની અવગણના થાય છેઃ હાઈકોર્ટ 1 - image


પિતાની હત્યાનો દોષિત માનસિક બીમાર પુત્રને જામીન

સામાજિક બહિષ્કાર કે ભેદભાવના ભયે માનસિક બીમારીની વાત લોકો છૂપાવે છેઃ સ્કિઝોફેનિયાથી પીડિત દોષિતને રાહત આપતી વખતે ટિપ્પણી

મુંબઈ :  સામાજિક બહિષ્કાર કે ભેદભાવના ભયને લીધે ભારતમાં માનસિક બીમારી વિશે ખુલેઆમ બોલવામાં આવતું નથી અથવા માનસિક બીમારી છુપાવી રાખવામાં આવે છે અને આવી બીમારી પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવતું હોવાનું હાઈકોટે નોંધીને હત્યાનાકેસમાં દોષિ  ઠરેલા અને સ્કિઝોફ્રેનિયા ધરાવતા ૩૫ વષીય વ્યક્તિને જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે તેની સજા સામેની અપીલની અંતિમ સુનાવણી માટે રાખીને તેની જન્મટીપની સજા સ્થગિત કરી હતી.

કોર્ટે પ્રદીપકુમાર મુરુગન નામના ૩૫ વર્ષીય યુવકને રાહત આપી હતી. પિતાનીહત્યાના કેસમાં ૨૦૧૫માં તેને જન્મટીપની સજા થઈ હતી. તેની સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, ચુકાદો આવે ત્યાં સુધી જામીન પર છોડવાની માગણી કરી હતી. જામીન મળ્યા બાદ પ્રદીપની દેખરેખ રાખવાનું આશ્વાસન તેની બહેને કોર્ટને આપતાં કોર્ટે જામીન મંજૂર કર્યા હતા.

ઘટના સમયે પ્રદીપ માનસિક બીમાર હતો અને સારવાર ચાલુ હતી. તેને સ્કિઝોફ્રેનિયા હોવાની દલીલ કરાઈ હતી. તેની તબીબી તપાસનો અહેવાલ પણ કોર્ટમાં રજૂ કરાતાં તેની બીમારીની નોંધ તેમાં કરાયેલી હતી. કોર્ટે અહેવાલની નોંધ લીધી હતી.

સુનાવણી વખતે પ્રદીપની સ્થિત વિશે કોર્ટને જાણ કરાઈ હતી. એક મનોત્ચિકિત્સકની સાક્ષી પણ નોંધાઈ હતી. તેની બીમારીનો ઈતિહાસ પણ જણાવાયો હતો. આત્મહત્યાના વિચાર અને બહિષ્કારને લીધે વર્તન બદલાયાની માહિતી પણ અપાઈ હતી. બહેને પણ સાક્ષી આપી હતી. આમ છતાં સેશન્સ કોર્ટે માનસિક બીમારીનો દાવો ફગાવ્યો હતો.

હાઈકોર્ટે સેશન્સ કોર્ટની તૃટિ ધ્યાનમાં લીધી હતી. નીચલી કોર્ટ માનસિક  સ્થિતિનો મુખ્ય પુરાવો ધ્યાનમાં લેવા નિષ્ફળ  ગઈ હોવાનું સ્પષ્ટ કરીને આરોપીને જામીન આપ્યા હતા.



Google NewsGoogle News