પિસ્તોલ સાથે પકડાયેલા શખ્સને પૈસા લઈ જવા દીધો, પછી જાતે શસ્ત્રો શોધ્યાનું નાટક
સેન્ડહર્સ્ટ સ્ટેશને બે પોલીસ જવાનોના કરતૂતનો ભાડો સીસીટીવીમાં ફૂટયો
પિસ્તોલ અને કારતૂસ સાથે ફરતો શખ્સ કોણ હતો તે અંગે રહસ્યઃ રેલવે પ્રવાસીઓની સલામતી સાથે જોખમી ચેડાં
મુંબઇ : ૨૬/૧૧ના સીએમસીટી ખાતે આતંકવાદી હુમલો થયા બાદ પણ રેલવે સુરક્ષામાં હજી બેદરકારી દાખવામાં આવી રહી છે. જેમાં મધ્ય રેલવેના સેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશન પર એક અજાણ્યા શખ્સ પાસેથીે ગેરકાયદેસર રીતે એક પિસ્તોલ અને પાંચ જીવંત કારતુસ મળી આવ્યા બાદ પૈસા લઈને તેને છોડી દેવાનો મામલો પ્રકાશમાં આવતા ચકચાર જાગી છે. આ પિસ્તોલ અને કારતુસની પોતે શોધખોળ કરી હોવાનું નાટક કરનારા બે પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી હતી. સીસીટીવી ફુટેજની તપાસ કરતા ભાંડો ફૂટયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, રેલવે પોલીસ તુલસીરામ શિંદે (ઉ.વ. ૪૯) અન રેલવે સુરક્ષા દળના જવાન મનોજ કુમાર સિંહે (ઉ.વ. ૨૮) ૧૯ ફેબુ્રઆરીની મધ્યરાત્રિએ સેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશન પર એક અજાણ્યા શખ્સ પાસેથી ઓટોમેટિક પિસ્તોલ અન ે૫ જીવંત કારતુસ જપ્ત કર્યા હતા.તે પછી શિંદે અને મનોજ કુમાર સિંહે આ શખ્સ સામે કેસ કર્યા વિના પૈસા લઈને તેને છોડી મુક્યો હતો અને પૈસા આપસમા વહેંચી લીધા હતા. ત્યારબાદ શિંદેએ આ શખ્સ પાસેથી પિસ્તોલ અને જીવંત કારતુસ લઈન પોતાની પાસે રાખી લીધા હતા.
૧૯ ફેબુ્રઆરીની રોજ સવારે ૮ વાગ્યે શિંદેએ સીએસએમટી રેલવે પોલીસમાં જઈને સેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશન પરથી જાતે શોધખોળ કરીને આ ં પિસ્તોલ અને જીવંત કારતુસ મળી આવ્યા હોવાનો ડોળ કર્યો હતો અને સીએસએમટી રેલવે પોલીસ સ્ટેશનમાં જાતે ફરિયાદી બની કેસ દાખલ કર્યો હતો.
ફરિયાદ બાદ સીએસએમટી રેલવે પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનના સીસીટીવી ફુટેજ પણ તપાસ કરવામાં આવ્યા હતા. સીસીટીવી ફુટેજ તપાસતા પોલીસને મળેલી માહિતીઅને શિંદેએ આપેલી માહિતીમાં વિસંગતા લાગતા. શંકાના આધારે શિંદેની અટકાયત કરવામાં આવી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી હતી.જેમાં તેણે ગુનાની કબૂલાત કરી હતી.
શિંદેની કબૂલાત બાદ બંને પોલીસકર્મીની રેલવે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ભારતીય હથિયાર ધારા કલમ મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
જો કે, બંને પોલીસકર્મી દ્વારા પકડાયલો એ અજાણ્યો શખ્સ કોણ હતો. તેની પાસે મળેલી આ પિસ્તોલ અને ૫ાંચ જીવંત કારતુસનો તે ક્યા ઉપયોગ કરવા જતો હતો. તે કોઈ ગુનામાં તો સંડાવાયેલો તો ન હતોનેે. આવા અનેક સવાલોના જવાબ મેળવવા હાલ પોલીસ તપાસ કરી રહી છે.
આ મામલે છેલ્લા દસ દિવસથી તપાસ ચાલી રહી હતી અને આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને શોધી કાઢીને આગળની કાર્યવાહી કરવામાં આવશે, એમ રેલવે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.