Get The App

PNB બેન્ક કૌભાંડ: ભાગેડું મેહુલ ચોક્સીની 2565 કરોડની સંપત્તિ વેચીને પીડિતોને વળતર ચૂકવાશે

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
PNB  બેન્ક કૌભાંડ: ભાગેડું મેહુલ ચોક્સીની 2565 કરોડની સંપત્તિ વેચીને પીડિતોને વળતર ચૂકવાશે 1 - image


Mehul Choksi News | મેહુલ ચોકસીના 13000 કરોડના પીએનબી લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે  તેમાંથી ૨૫૬૫ કરોડની સંપત્તિ વેચી સંબંધિત લેણદારોને પાછી આપી દેવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે.  મની લોન્ડરિગની તપાસ દરમિયાન ઈડીએ મહેુલ ચોકસીની ઉક્ત સંપત્તિઓ જપ્ત કરી હતી.  પ્રભાવિત બેંકો અને ઈડીની અરજી પર કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો. અત્યાર સુધીમાં ચોકસીની ગીતાંજલિ  જેમ્સ લી. સાથે જોડાયેલી અમુક સંપત્તિઓને વેચી 125 કરોડ રૂપિયા  પાછા આપવામાં આવ્યા છે.  જેમાં મુંબઈના બે ફલેટ, બે ફકેટરીઓ અને ગોદામ સહિતનો સમાવેશળ થાય છે. ચોકસી અને તેમનો ભાણેજ નીરવ મોદી 2018માં બહાર આવેલા પીએનબી ગોટાળાના મુખ્ય આરોપીઓ છે.

આ બાબતે ઈડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મહત્ત્વપૂર્ણ પગલાનો ઉદ્દેશ્ય  પીએનબી અને આઈસીઆઈસીઆઈ  બેંક સહિત અન્ય નાણાં સસ્થાઓને   ધનની વસૂલી કરી તેમના નાણા  પાછા ચૂકવવાનો છે  લેણદાર બેંકો, પંજાબ નેશનલ બેંક અને આઈસીઆઈસીઆઈ તરફથી દાખલ કરવામાં આવેલ એક અરજી  અંગે અદાલતે મેહુલ ચોકસીની સંપત્તિઓ વેચવાની છૂટ આપ્યા બાદ ઈડીએ આ પ્રક્રિયા શરુ કરી છે.  ઈડીના જણાવ્યા અનુસાર મુંબઈની સક્ષમ કોર્ટના આદેશ અનુસાર આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 

ઈડીએ ચોકસી સામેના મની લોન્ડરિંગ કેસમાં 2565.90 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. આ તમામ સંપત્તિનું વેચામ કરવાની છૂટ કોર્ટે આપી છે. 

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (પીએમએલએ) એક્ટ હેઠળ તપાસમાં જાણ થઈ હતી કે વર્ષ 2014થી 2017 વચ્ચે ચોકસીએ તેમના સહયોગીઓ અને પીએનબી અધિકારીઓ સાથે મળી છેતરપિંડી કરી હતી. આ ગોટાળાને લીધે પીએનબીને રૂ.6097.63 કરોડ જેવું જંગી નુકસાન થયું હતું.  પીએનબી સાતે છેતરપિંડી ઉપરાંત ચોકસીએ આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી લીધેલી લોન પણ ચૂકવી નહોતી.

ઈડીએ આ કેસની તપાસ હેઠળ દેશભરમાં 136થી પણ વધુ સ્થળોએ સર્ચ કર્યું  હતું. જે બાદ ચોકસીની ગીતાંજલિ ગુ્રપથી જોડાયેલી 597.75 કરોડની કિંમતની મોંઘી વસ્પુઓ, દાગીના- આભૂષણો જપ્ત કર્યા હતા. આ ઉપરાંત દેશ અને વિદેશમાંની સંપત્તિઓ વાહનો, બેંક ખાતા ફેકટરીઓ, કંપનીના શેર્સ સહિત રૂ.1968.15  કરોડની  સ્થાવર  અને જંગમ  મિલકત જપ્ત કરવામાં આવી હતી.

મેહુલ ચોકસી અને તેમનો ભાણેજ નીરવ મોદી પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે થયેલ 13000 કરોડ રૂપિયાની છેતરપિંડીમાં સામેલ છે. તેંમના પર ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ, છેતરપિંડીના આરોપ છે. ઈડીએ ચોકસી સામે ભારત, દુબઈ અને અમેરિકાના ગ્રાહકો અને નાણાં ધીરનારાઓ સાથે છેતરપિંડી  કરવા એક લંગઠીત રેકેટ ચલાવવાનો આરોપ લગાવી  આરોપપત્ર દાખલ કર્યું છે. આ કેસના સહ-આરોપી નીરવ મોદીની ૨૦૧૯માં લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી.  અને તેના  પ્રત્યાર્પણની વિધિ હાથ ધરવામાં આવી રહી છે.

ચોક્સીએ 2017માં એક રોકાણ  યોજનાના માધ્યમથી એન્ટેગુઆ અને બારબુડાનું નાગરિકત્વ મેળવ્યું હતું જેથી તેને ધરપકડથી અને પ્રત્યાર્પણથી બચવામાં મદદ મળી શકે.

મુંબઈની અદાલતે ગત 10મી સપ્ટેમ્બરના એક આદેશ આપીને ઈડી ગિતાંજલી ગૂ્રપની જુદી  જુદી કંપનીઓના લિકવીડેટર્સ તથા બેન્કોને આ સંપત્તિઓના મૂલ્યાંકન સહિતની પ્રક્રિયામાં મદદ કરે તેમ જણાવ્યું હતું.



Google NewsGoogle News