જુલી આઈલેન્ડ પર રેતી ખનન સામેના પગલાં હજુ અપૂરતાં : હાઈકોર્ટ
પાલઘર પાસેના આઈલેન્ડના પર્યાવરણ અને રેલવે બ્રીજ સામે જોખમ
સ્પીડ-ટોઈંગ બોટ, ટેટ્રાપોડ બેસાડવા , વોચ ટાવર, ડ્રોનથી નજર રાખવા સહિતની કાર્યવાહી તાકીદે હાથ ધરવા સરકારને આદેશ
મુંબઇ: પાલઘર જિલ્લામાં વૈતરણા ખાડી પાસે આવેલા જુલી આઈલેન્ડ ફરતે ગેરકાયદે રેતી ખનનને મુદ્દે તાકીદે હાથ ધરવાનો બોમ્બે હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે.
તાજેતરના આદેશમાં કોર્ટે ત્રણ મહિનામાં રાજ્યના મહેસૂલ ખાતાના પ્રધાન સચિવને સ્પીડ બોટ અને ટોઈંગ બોટ સહિતના સમર્પિત પેટ્રોલિંગ સાધનો પૂરા પાડવાનો આદેશ આપ્યો છે. ગેરકાયદે રેતી ખનન સામે કામ લેવા આ સંસાધનોની આવશ્યકતા પર પાલઘર કલેક્ટરે તાજેતરમાં આપેલા પ્રસ્તાવને પગલે નિર્દેશ અપાયા છા. સ્વયંસેવી સંસ્થાએ કરેલી જનહિત અરજી પર આદેશ અપાયો હતો. જુલી આઈલેન્ડનું પર્યાવરણ પતન થઈ રહ્યું હોવાનું અને રેલવે બ્રીજને નુકસાનનું જોખમ હોવાનું જણાવાયું હતું. કોર્ટના અનેક આદેશો છતાં લેવાયેલાં પગલાં અપૂરતા છે.
કોર્ટે આ મુદ્દે તાકીદે પગલાંની જરૂરિયત વ્યક્ત રીને ટેટ્રાપોડ્સ મૂકવાની જરૂર વ્યક્ત કરી હતી. આગામી સુનાવણી સુધીમાં આ બાબતે સરકાર વૈજ્ઞાાનિક અહેવાલ રજૂ કરે એવો નિર્દેશ આપ્યો છે. જો અહેવાલ નહીં અપાવામાં આવે તો કોર્ટ રેતી ખનનથી થનારા જોખમનો સામનો કરવા ટેટ્રા પોડ્સ મૂકવાનો આદેશ આપશે.પશ્ચિમ રેલવેએ પાંચ વર્ષને બદલે દર ત્રણ વર્ષે ઓડિટ કરવાની આપેલી ખાતરી સામે કોર્ટે સમીક્ષા હેતુ ઈન્ટર્નલ સેફ્ટી ઓડિટરિપોર્ટ રજૂ કરવાનું ફરજિયાત કર્યું છે.
હાલના પેટ્રોલિંગના પગલાં અપૂપરતા હોવાનું જણાવીને કોર્ટે ડ્રોન અને વોચટાવરોનો આદેશ છતાં પોલીસ બોટ પર આધાર રાખવામાં આવ્યો છે. કોર્ટે ફરી જણાવ્યું હતું કે સેટેલાઈટ ઈમેજિંગ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવે અને સિનિયર ડિપાર્ટમેન્ટ ઓફિસર પર જવાબદારી મૂકવામાં આવે. વધુમાં પોલીસને જપ્ત કરેલા વાહનો ફરી છૂટા નહીં કરવાનો અને ચોક્કસ પોલીસ સ્ટેશનોને શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. સીસીટીવી કેમેરાને નુકસાન કરનારા સામે એફઆઈઆર દાખલ કરવી જોઈએ. કોર્ટે આદેશ પૂર્તતાનો અહેવાલ રજૂ કરવાનું જણાવીને ૨૮ જૂન પર સુનાવણી રાખી છે.