માથેરાનનું શાર્લોટ લેક છલકાયું : વીક-એન્ડમાં ટુરિસ્ટોને મજા
અંગ્રેજોએ હિલસ્ટેશન માટે તળાવ બનાવ્યું હતું
મુંબઇ : માથેરાનનું ઐતિહાસિક શાર્લોટ લેક છલકાવાની શરૃઆત થતા વીક-એન્ડમાં ટુરિસ્ટો ખરી મજા માણી શકશે.
હિલ- સ્ટેશનને પાણી પૂરું પાડવા માટે અંગ્રેજોએ અનેક દાયકા પહેલાં શાર્લોટ લેકનું નિર્માણ કર્યું હતું. છેલ્લાં એક અઠવાડિયા દરમિયાન તળાવના ઉપરવાસમાં સતત પડેલા વરસાદને કારણે તળાવમાં પાણીની આવક વધી હતી અને છલકાઇ ગયું હતું. જો કે ચાલુ દિવસે પર્યટકો ખૂબ જ ઓછા હોય છે, શનિ- રવિમાં ભીડ વધે છે. એટલે વીક-એન્ડમાં માથેરાન જનારા શાર્લોટ લેકના ઓવર-ફ્લોની મજા માણી શકશે. ચોમાસુ બેઠા પછી અત્યાર સુધીમાં માથેરાનમાં ૭૬૦ મિ.મી. વરસાદ નોંધાયો છે.