Get The App

60 કરોડના મેફેડ્રાનેની હેરફેરનો સૂત્રધાર વાશીની હોટલમાંથી ઝડપાયો

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
60 કરોડના મેફેડ્રાનેની હેરફેરનો સૂત્રધાર વાશીની હોટલમાંથી ઝડપાયો 1 - image


નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના આંતરરાજ્ય ડ્રગ રેકેટમાં દરોડા

અગાઉ નાગપાડા, વડાલામાં મહિલા સહિત 3 આરોપી 31.50 કિલો મેફેડ્રોન, રૃા.69 લાખ સાથે પકડાયા હતા

મુંબઇ  :  નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ રૃા.૬૦ કરોડના મેફેડ્રોન અને રૃા.૬૯ લાખની રોકડ રકમ જપ્ત કરવાના કેસમાં ફરાર  મુખ્ય આરોપીની નવી મુંબઇમાં વાશીની હોટેલમાં દરોડા પાડી ધરપકડ કરી છે. અગાઉ આ આંતરરાજ્ય ડ્રગ રેકેટમાં મહિલા સહિત ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા, એમ અધિકારીએ બુધવારે જણાવ્યુંહતું.

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ અગાઉ જપ્ત કરેલા મેફેડ્રોનના જથ્થા અને રોકડ રકમના ગુનામાં  પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સુફિયાન ખાનની સંડોવણીની જાણ થઇ હતી. તે સતત પોતાનું સ્થળ અને મોબાઇલ ફોન નંબર બદલી કરતો હતો. છેવટે ચોક્કસ ઇનપુટ્સના આધારે એનસીબીને ખબર પડી હતી કે ફરાર સુફિયાન નવી મુંબઇમાં વાશીની એક હોટેલમાં  રોકાયો છે. જેન આધારે એનસીબીની ટીમે વાશીની હોટેલમાં દરોડો પાડી સુફિયાનને ઝડપી લીધો હતો.

મુંબઇના શિવડી વિસ્તારમાં સુફિયાનનું ડ્રગ નેટવર્ક હતું તે  ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે એમ અધિકારીએ જણાવ્યું હતું.

 ક્ષિણ મુંબઇના નાગપાડા વિસ્તારમાં ગત મહિને એનસીબીએ ડ્રગ સિન્ડિકેટનો પ ર્ાફાશ કર્યો હતો. આરોપી મુશરફ નાગપાડામાં મેફેડ્રોન વેચવા આવવાનો છે એી માહિતી મળ્યા બા  તેની ગતિવિધિ પર નજર રાખવામાં આવી હતી.

નાગપાડામાં મુશરફને પકડીને ૧૦ કિલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું આરોપી પૂછપરછમાં નજીકમા રાખવામાં આવેલા મેફેડ્રોનનો ખુલાસો કર્યોહતો. અહીં નૌશિત નામની મહિલાના કબજામાં રહેલા ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાતા ૧૦.૫ કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું. ડ્રગના વેચાણની આવકની રૃા.૬૯.૧૩ લાખની રોકડ રકમ  પણ જપ્ત કરાઇ હતી.

ડ્રગ કેરિયર સેફ કન્સાઇનમેન્ટ પહોંચાડવાનો હોવાની ખબર પડી હતી ત્યાર બાદ એનસીપી અધિકારીઓએ વડાલા વિસ્તારમાંથી સૈફની ધરપકડ કરી હતી.

તેની પાસેથી ૧૧ કિલો મેફેડ્રોન કબજે કરાયું હતું આ ગેંગ મુંબઇના વિવિધ ભાગોમાં મેપેડ્રોન સપ્લાય કરવાના હતા. ડ્રગ હેરફેરનું સિન્ડિકેટ લાંબા સમયથી સક્રિય હતું.



Google NewsGoogle News