મહારાષ્ટ્રમાં માઓવાદીઓ દ્વારા બાળકોની મોટાપાયે ભરતી

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં માઓવાદીઓ દ્વારા  બાળકોની મોટાપાયે ભરતી 1 - image


મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં નવી કેડર ઊભી કરવાના પ્રયાસ

પરિવારદીઠ 15 થી 25 વયજૂથના 1 વ્યક્તિને મોકલવા 

 બાણ, બાળકોનો ઉપયોગ માનવઢાલ તરીકે કરવાની યોજના

મુંબઇ :   માઓવાદીઓએ મહારાષ્ટ્ર અને છતીસગઢમાં નવી કેડર ઉભી કરવા બાળકોની ભરતી કરી રહ્યા છે. આ લોકોએ સ્થાનિક લોકો પર પરિવારદીઠ ૧૫ થી ૨૫ વયજૂથના એક વ્યક્તિ મોકલવાનું દબાણ કર્યું છે. આ ભરતીમાં આવનાર બાળકોનો ઉપયોગ માનવઢાલ તરીકે કરવાની પણ માઓવાદીઓની યોજના છે.

 માઓવાદીઓ બે ચોક્કસ કારણોસર તેમના બાળકોને બળવાખોરીમાં જોડાવવા આદિવાસીઓ પર દબાણ લાવી રહ્યા છે. જેમાં એક તો તેમની કેડર અને તાકાત ઘટતી જાય છે. અને બીજુ એ કે સુરક્ષાબળો બાળકો પર ગોળીબાર કરવાથી દૂર રહે છે. તેથી આવા બાળકોનો ઉપયોગ માનવઢાલ તરીકે કરી શકે છે.

ઘટતી કેડરને  કારણે નકસલીઓ સુરજાગઢ અને અન્ય આદિવાસી વિસ્તારોમાં ભરતીની પહેલ કરી રહ્યા છે. બાળકોની ભરતી બાબતે સ્પષ્ટતા કરતા ગુપ્તચર એજન્સીના એક અધિકારીએ  જણાવ્યું હતું કે માઓવાદીઓ એ હકીકતથી વાકેફ છે કે ઓપરેશન દરમિયાન સુરક્ષાબળો અને બાળકો વચ્ચેની કોઇ પણ અથડામણ માનવ અધિકારોના ઉલ્લંઘનની સાથે નકલી એન્કાઉન્ટરના આરોપો પણ લાવી શકે છે.

ગઢ ચિરોલીમાંના નકસલગ્રસ્ત વિસ્તાર સુરજાગઢ ખાતે હાલ ખાણનો એક મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને નકસલીઓ આ પ્રોજેક્ટને નિષ્ફળ બનાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ સિવાય અહીંના  સ્થાનિક આદિવાસીઓને સરકાર વિરૃદ્ધ ભડકાવવા એવો પ્રચાર કરી રહ્યા છે કે માડિયા ગોંડ આદિવાસીઓના ઘર સમાન સુરજાગઢની પહાડીઓ અને જંલ સરકારના મનમાં વસી ગયા છે અને અહીંથી સ્થાનિક આદિવાસીઓને ભગાડી આ જામીન વિસ્તારનું નિયંત્રણ કોર્પોરેટ્સ-ઉદ્યોગ ગૃહોને સોંપવા માંગે છે.

આક્રમક બનેલા માઓવાદીઆ જે વ્યક્તિ પોલીસની ખબરી હોય તેવી શંકા તેમને જાય તો તેમને જાનથી મારી નાંખવામાં પણ ચૂકતા નથી. આ વાતનો પૂરાવોએ બાબત પરથી મળે છે કે છેલ્લા થોડા જ દિવસમાં નકસલીઓએ પોલીસના ખબરી હોવાની શંકા પરથી ત્રણ જણને ઠાર માર્યા હતા.



Google NewsGoogle News