'મહારાષ્ટ્ર સરકારની પાસે માત્ર 2 દિવસ...', મરાઠા અનામત આંદોલનના લીડર મનોજ જરાંગેનું મોટું નિવેદન
જો સરકાર 24 ડિસેમ્બર સુધી આ મુદ્દે સમાધાનમાં નિષ્ફળ રહી, તો મરાઠા સમુદાય મુંબઈ તરફ માર્ચ કરશે : જરાંગે
ક્યૂરેટિવ અરજી પર સુપ્રીમ કોર્ટ 24 જાન્યુઆરીએ કરશે વિચાર
Maratha Reservation Movement : મરાઠા સમુદાય માટે અનામતની માંગ કરનારા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ પૂરી કરવા માટે માત્ર બે દિવસ બચ્યા છે. રાજ્યના મરાઠાવાડ વિસ્તારમાં પરભણી જિલ્લાના સેલુમાં રેલીને સંબોધિત કરતા જરાંગેએ જનતાને સાવધાની રાખવા માટે કહ્યું અને ક્યું કે, મરાઠા સમુદાય માટે અનામત સુરક્ષિત કરવાનો સમય અનુકૂળ છે.
મનોજ જરાંગે પાટિલે કહ્યું કે, 80 ટકા લડાઈ જીતી લેવાઈ છે, આપણી લડાઈ પોતાના અંતિમ તબક્કામાં છે. જરાંગેએ મરાઠા સમુદાય માટે અનામતની માંગને લઈને આ વર્ષમાં બે વખત અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ કરી હતી. તેમણે કહ્યું કે, સરકારને પહેલા આ મુદ્દે સમાધાન માટે 40 દિવસનો સમય આપ્યો હતો, પરંતુ કંઈ ન થયું. બાદમાં સરકારને આ મુદ્દે સમાધાન માટે 24 ડિસેમ્બર સુધીનો સમય અપાયો.
તેમણે કહ્યું કે, જો સરકાર 24 ડિસેમ્બર સુધી આ મુદ્દે સમાધાનમાં નિષ્ફળ રહી, તો મરાઠા સમુદાય મુંબઈ તરફ માર્ચ કરશે. જરાંગેએ કહ્યું કે, સરકાર પાસે હજુ પણ બે દિવસ બચ્યા છે. જો તેઓ આ મુદ્દાને ઉકેલવામાં સક્ષમ નથી તો અમે 23 ડિસેમ્બરે પોતાની આગામી કાર્યવાહીની જાહેરાત કરીશું.
જણાવી દઈએ કે, જે પણ સમુદાય પછાત વર્ગ (OBC) ક્ષેણીમાં અનામત ઈચ્છે છે, તેને સામાજિત રીતે પછાત હોવું જોઈએ. જરાંગેએ કહ્યું કે, મરાઠા સમુદાયે એવા તમામ માપદંડો પૂર્ણ કર્યા છે, પરંતુ હજુ સુધી અનામત ન મળ્યું. તેમણે આરોપ લગાવ્યો છે કે, જે લોકો માપદંડોને પૂરા નથી કરતા તેમને અનામત મળી ગયું છે.
ક્યૂરેટિવ અરજી પર સુપ્રીમ કોર્ટ 24 જાન્યુઆરીએ કરશે વિચાર
ત્યારે, મરાઠા અનામત મામલે મહારાષ્ટ્ર સરકારની ક્યૂરેટિવ અરજી પર સુપ્રીમ કોર્ટમાં વિચાર 24 જાન્યુઆરીએ થશે. ચાર જજોની બેન્ચને 6 ડિસેમ્બરે ચેમ્બરમાં વિચાર કરવાનો હતો. અરજીની કોપી પણ સર્કુલેટ કરી દેવામાં આવી હતી. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈની પીઠે આ મુદ્દે 24 જાન્યુઆરીએ વિચાર કરવાનો નિર્ણય લીધો છે. જોકે, જસ્ટિસ સંજય કિશન કોલ 25 ડિસેમ્બરે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. કદાચ સીજેઆઈ તેમની જગ્યાએ કોઈ અન્ય જજને પીઠમાં સામેલ કરે. 6 ડિસેમ્બર 2023એ અરજી પર વિચાર કરવાની નવી તારીખ નક્કી કરાઈ હતી. આ એલાન હવે કરાયું છે.