અનશન પર બેઠેલા મરાઠા નેતા મનોજ જરાંગેની તબિયત લથડી, નાકમાંથી નીકળ્યું લોહી

- મનોજ જરાંગેએ ભોજન અને પાણી પીવાનો પણ ઈનકાર કરી દીધો છે

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
અનશન પર બેઠેલા મરાઠા નેતા મનોજ જરાંગેની તબિયત લથડી, નાકમાંથી નીકળ્યું લોહી 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 14 ફેબ્રુઆરી 2024, બુધવાર

Maratha Reservation Protest: મરાઠા અનામતમની માંગ કરી રહેલા મનોજ જરાંગેના અનશનનો આજે પાંચમો દિવસ છે. મનોજ જરાંગેએ 10  ફેબ્રુઆરીના રોજ પોતાનો વિરોધ ફરી શરૂ કર્યો હતો. આ વચ્ચે જરાંગેની તબિયત છેલ્લા પાંચ દિવસમાં ખૂબ ખરાબ થઈ ગઈ છે કારણ કે, તેમણે ભોજન અને પાણી પીવાનો પણ ઈનકાર કરી દીધો છે. આ કારણોસર તેમની તબિયત વધુ લથડી ગઈ છે. મનોજ જરાંગેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યુ છે અને તેમના હાથ પણ ધ્રુજી રહ્યા છે. તેમને બોલવામાં પણ તકલીફ પડી રહી છે. તેમની લથડી રહેલી તબિયતને જોતા તેમના સહયોગીઓની ચિંતા વધી ગઈ છે.

સમર્થકોએ બંધનું કર્યું એલાન

જરાંગે સાથે એકજૂથતા દેખાડતા વિવિધ મરાઠા સંગઠનોએ જાલના, બીડ, સોલાપુર અને નાસિકના અનેક ગામોમાં બંધનું એલાન કર્યું છે. વિશેષ રૂપે ઉત્તર સોલાપુર અને સોલાપુરના કોંડી ગામમાં સમુદાય એકજૂટ છે. આ મુદ્દાના સમર્થનમાં દુકાનો બંધ છે જ્યારે દૂધ સહિતની આવશ્યક સેવાઓ ચાલુ છે.

પાણી પીવાનો અને તબીબી મદદ લેવાનો પણ ઈનકાર 

અનશન પર બેઠેલા જરાંગેની તબિયત સતત લથડી રહી છે. ગ્રામજનો, મિત્રો અને સહયોગીઓની વિનંતીઓ છતાં તેમણે ખોરાક ખાવાનો, પાણી પીવાનો અને તબીબી મદદ લેવાનો પણ ઈનકાર કરી દીધો છે. જાલનાના કલેક્ટર કૃષ્ણનાથ પંચાલ અને પોલીસ અધિક્ષક અજય કુમાર બંસલે પણ તેમને પાણીની ઓફર કરતા થોડા નરમ થવાની વિનંતી કરી હતી તેમ છતાં જરાંગેએ તેમની માંગ પૂરી ન થાય ત્યાં સુધી પાણી પીવાનો ઈનકાર કરી દીધો છે. 

જરાંગેની મુખ્ય માંગણીઓમાં મરાઠા અનામત સંબંધિત સરકારી વટહુકમનો તાત્કાલિક અમલ કરવાનો અને ત્યારબાદ વટહુકમને કાયદામાં રૂપાંતરિત કરવા માટે વિશેષ વિધાનસભા સત્ર બોલાવવાનું સામેલ છે. આ ઉપરાંત તેઓ રાજ્યભરમાં મરાઠા પ્રદર્શનકારીઓ સામેના તમામ પોલીસ કેસ પાછા ખેંચવા માટે પણ ભાર મૂકી રહ્યા છે. 


Google NewsGoogle News