રામગિરી મહારાજના અનેક વીડિયો સોશિયલ મીડિયા પરથી ડિલીટ
વિવાદાસ્પદ નિવેદનો સામે પગલાં મુદ્દે પોલીસે હાઈકોર્ટને જાણ કરી
હજી પણ ફરિયાદ આવશે તે તમામ વીડિયોે અને લિંક દૂર કરાશે તેવી પોલીસે ખાતરી આપીઃ રામગીરી મહારાજને પણ નોટિસ પાઠવાઈ
મુંબઈ : વિવાદાસ્પદ મહંત રામગિરી મહારાજના મુસ્લિમ સમુદાયની લાગણી દુભાય તેવી વાંધાજનક ટિપ્પણી ધરાવતા વીડિયો તથા અન્ય લિંક્સ સોશ્યલ મીડિયા પરથી ઉતારી લેવામાં આવ્યા હોવાનું સિન્નર પોલીસ અને સાઈબર સેલે બોમ્બે હાઈ કોર્ટને માહિતી આપતાં જણાવ્યું હતું.
કોર્ટના અગાઉના આદેશને પગલે પોલીસે તમામ વિડિયો અને લિંક દૂર કર્યા છે. આ વીડિયો સંદર્ભમાં ે ફરિયાદીઓએ રામગિરી મહારાજ સામે ૫૮ એફઆઈઆર નોંધાવી હતી.
જોકે વિડિયો લિંક દ્વારા કોર્ટમાં હાજર તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે આવા અનેક વિડિયો અને લિંક સોશ્યલ મીડિયા પર ઉપલબ્ધ છે અને જ્યારે પણ આવી લિંક કે વિડિયોની ફરિયાદ થશે અમે તેને પણ દૂર કરવાના પગલાં લઈશું.
રામગિરી મહારાજને પણ નોટિસ મોકલાવાઈ છે અને તેમણે તપાસમાં સહકાર આપવાની ખાતરી આપી છે.
વિવિધ સાઈટ અને સોશ્યલ મીડિયા પ્લોટફોર્મ પર વાંધાજનક વિડિયો મૂકનારા લોકો સામે પગલાં લેવાય છે કે કેમ એવી ચિંતા કોટ ર્ેવ્યક્ત કરી હતી. પોલીસે યોગ્ય પગલાં લેવાશે એવી ખાતરી આપી હતી.પોલીસ અને સાઈબર સેલને અલાયદું સોગંદનામું નોંધાવવા જણાવ્યું છે. જેમાં આવેલી ફરિયાદોની સંખ્યા અને તેના પર લીધેલા પગલાં જણાવાના રહેશે.
હાઈકોર્ટમાં રામગિરી સામે પગલાં લેવાની અરજીઓની પણ સુનાવણી ચાલી રહી હતી. પોલીસને સોગંદનામું નોંધાવવા ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે.
વિવાદાસ્પદ વિડિયો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર બધે જ છે અને કોમી તંગદિલી પેદા કરી શકે છે એમ વકિલે વિનંતી કરતાં કોર્ટે ગત સુનાવણીમાં પોલીસને મૌખિક આદેશ આપ્યો હતો. યોગ્ય પગલાં લઈને તમામ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી વિડિયો ડિલીટ કરવાની તકેદારી લેવા કોર્ટે એતિરિક્ત સરકારી વકિલ પ્રાજક્તા શિંદેને જણાવ્યું હતું.
કોર્ટે શિંદેને પોલીસના સાઈબર સેલ વિંગને આ વિડિયો ડિલીટ કરવામાં મદદ કરવા અને મહંત સામે કરાયેલી એકથી વધુ એફઆઈઆરની તપાસમાં સહાયતા કરવાનો પણ આદેશ આપ્યો હતો.
સિન્નર જિલ્લામાં એક કાર્યક્રમમાં રામગિરીએ કથિત વાંધાજનક ટિપ્પણી કરી હતી.અજદારના વકિલે કોર્ટને જણાવ્યું હતું કે વિડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ રાજ્યભરમાં દેખાવો સહિતના વિરોધ કાર્યક્રમો યોજાયા હતા. વિડિયોને લીધે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી.