મનોજ મુંતશિરે હાથ જોડયા, આદિપુરુષ લખવામાં ભૂલ થઈ ગઈ
હવેથી હું બહુ સમજીવિચારીને લખીશ
હત્યાની ધમકીઓ મળતાં ભારતમાં અસુરક્ષા લાગવાથી પોતે વિદેશ જતો રહ્યો હતો
મુંબઇ : આિ પુરુષ' ફિલ્મના લેખક અને ગીતકાર મનોજ મુંતશિરે સ્પષ્ટ રીતે કબૂલ્યું છે કે આ ફિલ્મ લખવી એ તેની કારકિ ર્ીની બહુ મોટી ભૂલ હતી. હવે પછીથી પોતે લખતી વખતે ધ્યાન રાખશે.
આ ફિલ્મમાં હનુમાનજીના પાત્રના મુખે ગલીના ટપોરી કક્ષાના ડાયલોગ મૂકાયા હતા. આ બાબતે ભારે વિવાદ થયો હતો. શરુઆતમાં મનોજ મુંતશિરે પોતાનો કક્કો ખરો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાદમાં આ ડાયલોગ એડિટ કરી દેવામાં આવ્યા હતા. ધાર્મિક લાગણીને દૂભવવા બદલ ફિલ્મ સામે કેસ પણ થયો હતો.
આ ફિલ્મ રીલીઝ થી ત્યાં સુધીમાં મનોજ મુંતશિર ખાસ કરીને સત્તાધારીઓ સાથે પોતાના સંપર્કોના કારણે સાતમા આસમાને હતો. પરંતુ, 'આદિપુરુષ'ના વિવાદ બાદ સંખ્યાબંધ પ્રોજેક્ટસ ગુમાવતાં હવે તે જમીન પર આવી ગયો છે.
તેણે કબૂલ્યું છે કે આ ફિલ્મ મારા માટે એક બહુ મોટો પદાર્થપાઠ બની છે. મારો ઈરાદો હિંદુઓની ધાર્મિક લાગણી દૂભવવાનો ન હતો. પરંતુ, મેં બહુ મોટ છબરડો વાળ્યો હતો.
મનોજ મુન્તશિરે કહ્યુ ંહતુ ં, ફિલ્મની રિલીઝ પછી મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી હતી. મારો પરિવાર મારી સુરક્ષાને લઇને ચિંતિતિ થઇ ગયો હતો.ભારતમાં અસલામતી લાગવા માંડી હોવાથી હું થોડા સમય માટે પરિવાર સાથેવિદેશ જતો રહ્યો હતો.