Get The App

આશાપુરા સાયકલ યાત્રાએ જતા કચ્છી યુવકનું વાપી પાસે હાર્ટ એટેકથી મોત

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
આશાપુરા સાયકલ યાત્રાએ જતા કચ્છી યુવકનું વાપી પાસે હાર્ટ એટેકથી મોત 1 - image


કાપડના  વેપારી  ધર્મેશ મોતા થાણેથી આશાપુરાના દર્શન કરી નીકળ્યા હતા

કાંદિવલીના ધર્મેશભાઈએ પાણી માગ્યું પણ પીતાં પહેલાં જ ઢળી પડયા, 4 વર્ષનો પુત્ર છેઃ કચ્છી રાજગોર સમાજમાં શોકની લાગણી

મુંબઈ :  થાણે-વેસ્ટમાં કપુરબાવડીમાં આવેલાં આશાપુરા મંદિરથી આરતી કરીને ૨૬ સપ્ટેમ્બરના સવારના સવા આઠ વાગ્યે થાણેના કચ્છી રાજગોર સમાજના ચાર યુવાનો નોરતાને લીધે કચ્છના આશાપુરા માતાજીના મંદિરે સાયકલ યાત્રા કરીને દર્શન કરવા ગયા હતા. જો કે, સાયકલ ચલાવતી વખતે ૨૭ સપ્ટેમ્બરના સવારે ૧૧.૧૦ વાગ્યે તેમાંથી કાંદિવલીના એક યુવાનની તબિયત લથડી ગઈ અને હાર્ટ અટેક આવતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. વાપીથી યુવાનનો મૃતદેહ મુંબઈ લાવીને આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કચ્છના મસ્કા ગામના કાંદિવલી-વેસ્ટમાં આવેલી ઈરાની વાડીમાં રહેતાં ૩૫ વર્ષનાધર્મેશ રમેશ મોતા તેમના સાથીઓ સાથે થાણેથી કચ્છના માતાનામઢે સાયકલ પર  જઈ રહ્યા હતા.  હાલમાં ધર્મેશ થાણેમાં પણ રહે છે. ધર્મેશને પાંચેક વર્ષનો દીકરો પણ છે. થાણેમાં ધર્મેશની કપડાની ભાગીદારીમાં દુકાન આવેલી છે. આ પહેલાં આશરે ૩થી ૪ વખત તેઓ અન્ય  ગૂ્રપ  સાથે સાયકલ પર માતાનામઢે ગયેલાં છે. 

ધર્મેશ સાથે સાયકલ યાત્રામાં ગયેલાં ઘાટકોપર રહેતાં કચ્છી રાજગોર સમાજના મનીષ જોશીએ વાપીથી વાત કરતાં 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે 'થાણેથી હું, દીપ મીઠીયા, સુરુભા જાડેજા, ધર્મેશ એમ અમે ચાર સાયકલ પર અને અન્ય ત્રણ જણ સાથે સેવામાં હતા. અમે થોડા આગળ હતા અને દીપ, ધર્મેશ બન્ને થોડા પાછળ હતા. હાઈવે પર વાપી આવ્યું જ હતું કે તેણે સાયકલ સ્ટેન્ડ પર એકબાજુએ લગાવી અને સેવા આપતાં સુરેશભાઈએ તેને પાણી આપ્યું હતું. પરંતુ, એ પીવા પહેલાં જ ધર્મેશ રસ્તા પર ઢળી ગયો હતો. તેને તાત્કાલિક મદદ મેળવીને પાસે આવેલી હોસ્પિટલમાં લઈ જતાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ૨૬ સપ્ટેમ્બરના નીકળ્યાં અને વિરામ લેતાં અમે સાયકલ ચલાવ્યાં બાદ રાતના આઠેક કલાકની ઊંઘ પણ કરી હતી.ધર્મેશને તો નખમાં પણ રોગ ન હતો. 



Google NewsGoogle News