Get The App

મમતા કુલકર્ણી મહાકુંભમાં કિન્નર અખાડાની યામાઇ મમતાનંદ ગીરી બની

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
મમતા કુલકર્ણી મહાકુંભમાં કિન્નર અખાડાની યામાઇ મમતાનંદ ગીરી બની 1 - image


અભિનેત્રી મમતા કુલકર્ણી કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની 

મહાકુંભમાં સંગમમાં પિંડદાન કરી મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બની,પટ્ટાભિષેક બાકી 

એક જમાનાની બોલીવૂડની હિરોઇન અને બાદમાં ૨૦૧૬માં અંધારી આલમમાં ડ્રગ કેસમાં સંડોવાયેલી મમતા કુલકર્ણીએ શુક્રવારે પ્રયાગરાજમાં મહાકુંભમાં સંગમ તટે પિંડદાન કરી કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ગઇ છે. હવે તેનું નવું નામ મમતાનંદ ગીરી પાડવામાં આવ્યું છે તેનો હવે માત્ર પટ્ટાભિષેક જ બાકી છે. મમતા કુલકર્ણી શુક્રવારે સવારે મહાકુંભમાં કિન્નર અખાડામાં પહોંચી ગઇ હતી. જ્યાં તેણે કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને મળી તેમના આશિર્વાદ મેળવ્યા હતા. બંને વચ્ચે મહામંડલેશ્વર બનાવવા બાબતે એક કલાક સુધી ચર્ચા થઇ એ પછી કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરની પદવી આપવાની જાહેરાત કરી હતી. 

 સાધ્વી તરીકે મહાકુંભમાં સામેલ થયેલી મમતા કુલકર્ણીએ ભગવા કપડાં પહેર્યા હતા અને  ગળામાં રૃદ્રાક્ષની બે મોટી માળા પણ ધારણ કરી હતી. તેના ખભાં પર પણ ભગવી ઝોળી ઝુલતી હતી. મમતાએ અને લક્ષ્મીનારાયણ ત્રિપાઠી બાદમાં અખિલ ભારતીય અખાડાના અધ્યક્ષ રવિન્દ્ર પુરી પાસે ગયાહતા. મમતા અને પુરી વચ્ચે પણ કિન્નર અખાડાના પદાધિકારીઓની હાજરીમાં લાંબી વાતચીત થઇ હતી. એ પછી મમતાને મહામંડલેશ્વર બનાવવાની વિધિ હાથ ધરવામાં આવી હતી.  ૧૯૯૧માં તમિલ ફિલ્મ નનબરગલ સાથે કારકિર્દીની શરૃઆત કરનાર મમતા કુલકર્ણીએ  એ જ વર્ષે હિન્દીમાં મેરાદિલ તેરે લિયેથી હિન્દી ફિલ્મ દુનિયામાં પ્રવેશ કર્યો હતો. એ પછી ૩૪ ફિલ્મોમાં સલમાનખાનથી માંડી શાહરૃખખાન અને અજય દેવગણ સાથે કામ કરી ચૂકેલી મમતા કુલકર્ણીની  છેલ્લી ફિલ્મ ૨૦૦૨માં કભી તુમ કભી હમ આવી હતી. મમતા કુલકર્ણીની કારકિર્દી વિવાદાસ્પદ રહી હતી. તેણે ૧૯૯૩માં સ્ટારડસ્ટ ફિલ્મ મેગેઝિનના કવર માટે ટોપલેસ ફોટો શૂટ કરાવ્યું હતું. 

એ પછી મમતાએ ૨૦૧૩માં ઓટોબાયોગ્રાફી ઓફ એન યોગિની પ્રકાશિત કરી હતી. મહામંડલેશ્વર બન્યા બાદ મમતાએ જણાવ્યું હતું કે હવે બોલીવૂડ સાથે મારો કોઇ સંબંધ નથી. આ વખતે પણ ૧૪૪ વર્ષે યોજાઇ રહેલાં મહાકુંભમાં ભાગ લેવા માટે જ હું ભારત આવી છું. હવે મને મહામંડલેશ્વર તરીકે ખ્યાતિ મળી રહી છે તેનાથી મોટી વાત શું હોઇ શકે. મને હવે કશું જોઇતું નથી. ડ્રગ્સ કેસમાં દુબઇની જેલમાં સજા કાપી રહેલાં વિક્કી ગોસ્વામી સાથે પણ મમતાનું નામ જોડાયું હતું પણ મમતાએ આ સંબંધને નકારી કાઢ્યો હતો. તેણે જણાવ્યું હતું કે તે હવે અધ્યાત્મના માર્ગે ચાલી રહી છે. 

લક્ષ્મી નારાયણજીને આચાર્ય તરીકે પસંદ કરવાનો મા કાલીનો આદેશઃ મમતા 

મમતા કુલકર્ણીએ આજે મહામંડલેશ્વર બન્યા બાદ જઁણાવ્યું હતું કે મેં ૨૦૦૦ની સાલથી જ તપસ્યા શરૃ કરી દીધી હતી. ગઇકાલે મને મહામંડલેશ્વર બનવા વિશે પૂછવામાં આવ્યું હતું. આજે શુક્રવારે સવારે જ કાલીમાતાએ મને આદેશ આપ્યો કે મારે લક્ષ્મીનારાયણજીને આચાર્ય તરીકે પસંદ કરવાના છે. તેઓ સાક્ષાત અર્ધનારીશ્વરના સ્વરૃપ છે. એક અર્ધનારીશ્વરના હાથે પટ્ટાભિષેક થાય તેનાથી મોટી વાત શું હોઇ શકે? મહામંડલેેશ્વરની પદવી માટે મારી પરીક્ષા લેવામાં આવી અને છેલ્લા ૨૩ વર્ષમાં મેં શુ ંધ્યાન અને સાધના કરી તેના વિશે પૂછવામાં આવ્યું હતું. મને જે સવાલો પૂછવામાં આવ્યા તેના મેં સંતોષકારક જવાબો આપ્યા હતા. તમામ પરીક્ષા પાસ કરી હું મહામંડલેશ્વર બની છું.



Google NewsGoogle News