Get The App

મલાઈકા-અર્જુન કપૂર વચ્ચે 2 મહિના પહેલાંથી બ્રેકઅપ

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
મલાઈકા-અર્જુન કપૂર વચ્ચે 2 મહિના પહેલાંથી બ્રેકઅપ 1 - image


જોકે, તત્કાળ વિખૂટાં નહીં પડવાનું નક્કી કર્યું છે

અર્જુને લગ્ન માટે રાહ જોવાનો ઈનકાર કરતાં વાત વણસી હોવાની અટકળો

મુંબઇ : અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચે બે મહિના પહેલાં જ બ્રેક અપ થઈ ગયું હોવાનું કહેવાય છે. જોકે, તેમણે તત્કાળ વિખૂટા પડી જવાને બદલે એકમેકને થોડો સ્પેસ આપવાનું નક્કી કર્યું છે. હજુ પણ સાથે રહી શકાય છે કે કેમ તે ચકાસ્યા બાદ તેઓ પોતાના સંબંધનું ભાવિ નક્કી કરશે. 

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર છેલા આઠ વરસથી રિલેશનશિપમાં છે. ૨૦૧૬ થી જ મલાયકાએ અર્જુન કપૂરને ડેટ કરવાનું શરૃ કરી દીધુ ંહતું. જોકે, કહેવાય છે કે છેલ્લા કેટલાક સમયથી મલાઈકા લગ્ન માટે ઉતાવળ કરવા લાગી હતી પરંતુ અર્જુન કપૂર હજુ કમીટમેન્ટ આપવા તૈયાર ન હતો. ત્યારપછી બંનેના સંબંધોમાં ઓટ આવી હોવાનું કહેવાય છે. 

બંનેએ એકબીજાની  સોશિયલ મીડિયા પોસ્ટ પર રિએક્શન આપવાનું બંધ કરી દેતાં તેમના બ્રેક અપની અટકળોને વેગ મળ્યો હતો.   તેઓ ન્યૂ યર વેકેશન પર સાથે ગયાં નથી.  છેલ્લા થોડ ાસમયથી તેઓ ઇવેન્ટ તેમજ જાહેરમાં પણ સાથે જોવા મળ્યા નથી. જોકે આશ્ચર્યની વાત તો એ છે કે, બન્નેમાંથી એકે પણ  બ્રેકઅપ થઇ ગયાની અફવાનું ખંડન કર્યું નથી. 

જોકે, બંને એ વાતે પણ સંમત છે કે આ સંબંધનો અંત લાવવો સરળ નથી. તેમણે ઘણો સારો સમય સાથે પસાર કર્યો છે. આથી, તેઓ હાલ બંને એકબીજાને થોડી સ્પેસ આપી રહ્યાં છે. બાદમાં તેઓ આ સંબંધની દિશા નક્કી  કરશે.



Google NewsGoogle News