Get The App

મલાઈકા અને અર્જુન કપૂર વચ્ચે ફરી બ્રેકઅપ થઈ ગયું

Updated: May 31st, 2024


Google NewsGoogle News
મલાઈકા અને અર્જુન કપૂર વચ્ચે ફરી બ્રેકઅપ થઈ ગયું 1 - image


હજુ ગત જાન્યુઆરીમાં પેચ અપ થયું હતું

બંનેએે એકબીજાનું માન જાળવવા માટે બ્રેક અપ વિશે ચુપકિદી  જાળવવા સંમતિ સાધી

મુંબઇ :  મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે ફરી બ્રેક અપ થઈ ગયું છે. આઠ વર્ષની રિલેશનશિપ બાદ તેઓ આ વર્ષની શરુઆતમાં છૂટાં પડયાં હતાં. જોકે, થોડા દિવસો એકબીજાથી અલગ રહ્યા બાદ બંનેએ પેચ અપ કરી લીધું હતું. પરંતુ, આ પેચ અપ લાંબુ ટક્યું નથી. અર્જુન મલાઈકા કરતાં ૧૨ વર્ષ નાનો હોવાથી તેમના સંબંધો શરુઆતથી જ ભારે ચર્ચાનો વિષય બન્યા હતા. 

એક દાવા અનુસાર બંને હવે એવી સંમતિ પર આવી ગયાં છે કે આપણો સાથ આટલાં વર્ષનો જ હતો પરંતુ હવે અહીંથી આગળ વધી શકાય તેમ નથી. આટલાં વર્ષોની રિલેશનશિપની મધુર યાદો સાથે તેમણે છૂટા પડવાનો નિર્ણય લઈ લીધો છે. સંબંધની ગરિમા જાળવવા માટે તેઓ આ મુદ્દે જાહેરમાં કોઈ ચર્ચા પણ નહીં કરે. 

ઉલ્લેખનીય છે કે,આ વરસના જાન્યુઆરી મહિનામાં પણ તેમનું બ્રેકઅપ થઇ ગયાના સમાચાર હતા. પરંતુ તેમણે પોતાના સંબંધોનો અંત લાવવાની બદલે રિલેશનશિપને વધુ એક તક આપવાનો નિર્ણય લીધ ોહતો. અરબાઝ ખાને બીજાં લગ્ન કરી લીધાં તે પછી મલાઈકા અર્જુન કપૂર સાથે લગ્ન કરી લેશે તેમ મનાતું હતું પરંતુ તેવું બન્યું ન હતું.



Google NewsGoogle News