પાલતુ પ્રાણીઓ માટે મલાડમા અગ્નિદાહ સુવિધા શરુ

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
પાલતુ  પ્રાણીઓ માટે મલાડમા અગ્નિદાહ  સુવિધા શરુ 1 - image


પાલિકાએ ખાસ સ્મશાન શરુ કર્યું

પ્રાણીઓ માટે આ પ્રકારની સુવિધા આપનારુ મુંબઈ પાલિકાનું પહેલું શહેર

મુંબઈ :  પાલતુ પ્રાણીઓના અગ્નિદાહ માટે પાલિકા સંચાલિત સ્મશાનનો મલાડ ખાતે પ્રારંભ બનાયો છે. પાલતુ પ્રાણીઓ માટે આવી સુવિધા દેશમાં સંભવત મુંબઈમાં જ પહેલીવાર કરવામાં આવી છે. 

આ સ્મશાનમાં કુદરતી ગેસ આધારિત ભઠ્ઠી છે. જ્યાં લોકો તેમના પાલતુ પ્રાણીઓના મૃતદેહને અગ્નિદાહ આપી શકશે. આ ઉપરાંત અન્ય રખડતાં પ્રાણીઓના અગ્નિદાહ પણ અહી થઈ શકશે. 

મલાડના  એવરશાઈન નગર ખાતે કેટલ પોન્ડ કચેરી પાસે આ સ્મશાન બનાવાયું છે. સવારના ૧૦થી સાંજના છ વાગ્યા સુધી આ સ્મશાન સુવિધા ઉપલબ્ધ રહેશે. 

પ્રાણીના અગ્નિ સંસ્કાર માટે પાલિકા અથવા તો ખાનગી રજિસ્ટર્ડ વેટરનરી ઓફિસરનું મૃત્યુપ્રમાણપત્ર જરુરી રહેશે.



Google NewsGoogle News