ગંભીર ગુનાની તપાસમાં સરકારી કર્મચારીને પંચ બનાવો : હાઈકોર્ટ
ખનગી વ્યક્તિને પંચ બનાવવાથી ફરી જવાની શક્યતા રહે છે
અઢી કરોડની રોકડની લૂંટમાં ૧૮ આરોપીને છોડી મૂકવાનો વારો આવતાં કોર્ટે આપી સૂચના
મુંબઈ : ગુનો બનતાં પોલીસ ઘટનાસ્થળે જઈને તપાસ કરે છે અને તપાસ નિષ્પક્ષ રીતે થાય એ માટે પોલીસ પંચનામું કરવા કેટલીક વ્યક્તિઓની મદદ લે છે. આ વ્યક્તિને પંચ સાક્ષીદાર તરીકે ઓળખવામાં આવે છે. કોર્ટમાં આરોપીનો ગુનો સિદ્ધ કરતી વખતે સાક્ષીદાર અતિશય મહત્વની ભૂમિકા નીભાવે છે. કોર્ટે પંચ સાક્ષીદારની પસંદગી કરતી વખતે સરકારી કર્મચારીને લેવાની સલાહ પોલીસને આપી છે. પોલીસ પાસેથી અન્ય લોકોને પંચ સાક્ષીદાર કરવામાં આવતાં તેઓ ફરી જવાની શક્યતા રહે છે. આથી આરોપી નિર્દોષ છૂટી જાય છે, એવું નિરીક્ષણ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક કેસમાં ચુકાદો આપતાં કર્યું હતું.
માર્ચ ૨૦૧૩નાં અકોલાથી નાગપુર તરફ આવતા ખાગી બેન્કની રોકડ લઈ જતા વાહનને લૂંટવા પ્રકરણે ૨૨ જણા સામે ગુનો દાખલ કરાયો હતો. આરોપ અનુસાર પાંચ માર્ચે નાગપુરના લકડગંજ ખાતે તહેનાત કેશવેન જાલનાથી રોકડ લેવા મોકલાવાઈ હતી. રોકડ લઈને નાગપુર દિશામાં પાછા આવતી વખતે કારંજા પાસે અન્ય એક વાહનમાં અવેલા લૂંટારું એ કેશવાન નર્જન સ્થળે લઈ ગયા હતા. અઢી કરોડની લૂંટ થઈ હતી. વર્ધા જિલ્લા કોર્ટે ૧૮ આરોપીને સજા ફટકારી હતી. સજા સામે આરોપીઓએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે પંચ સાક્ષી બાબતે આ નિરીક્ષણ કર્યું હતું.
ગંભીર ગુનાની તપાસ કરતી વખતે પોલીસે આરોપીને તાત્કાલિક અટક કરવાની હોય છે, આથી પંચ સાક્ષી તરીકે પોલીસ મળે તેની સેવા લે ચે અને તપાસમાં ત્રુટિ રહી જાય છે. આવા કેસમાં પોલીસે સરકારી કર્મચારીને પંચ તરીકે રાખવા જરૃરી છે. અન્ય લોકો ફરી જવાની શક્યતા વધુ હોય છે જેને લીધે ફરિયાદી પક્ષની બાજુ નબળી પડે છે. ઉક્ત કેસમાં હાઈકોર્ટે તપાસમાં ત્રુટિ અને પંચ સાક્ષી ફરી જતાં ૧૮ આરોપીને મુક્ત કરી દેવા પડયા હતા.