Get The App

મહાવિતરણના બિલમાં આ મહિને પ્રતિ યુનિટ 35 પૈસા સુધીનો વધારો

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
મહાવિતરણના બિલમાં આ મહિને પ્રતિ યુનિટ 35 પૈસા સુધીનો વધારો 1 - image


ઓક્ટોબરની ગરમીમાં બિલ પણ પરસેવો છોડાવશે

ઉનાળામાં ગ્રાહકોની માગને પહોંચી વળવા મોંઘાભાવે ખરીદેલી વીજળીના દર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ફી દ્વારા વસૂલાશે

મુંબઈ :  મહાવિતરણના ૨.૮ કરોડથી વધુ ગ્રાહકોને આ મહિને વીજળીના માસિક બિલમાં વધારો જોવા મળી શકે છે. વીજ કંપનીએ સપ્ટેમ્બરના ઈલેક્ટ્રિસિટી બિલમાં પ્રતિયુનિટ ૩૫ પૈસાંની ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ફી (એફએસી) ઉમેરવાનો નિર્ણય લીધો છે. 

મહાવિતરણે માર્ચ-એપ્રિલના ઉનાળાના મહિનામાં શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ અને પાવર એક્સચેન્જ દ્વારા ૧,૩૪૦ મિલિયન યુનિટ જેટલી વધુ અને મોંઘાભાવે વીજળી ખરીદી હતી. આથી તેની ભરપાઈ માટે આગામી બે મહિના દરમ્યાન પણ આ એફએસી બિલમાં ઉમેરાઈને આવશે. મહાવિતરણના મુંબઈના પૂર્વીય પરાં , થાણે, નવી મુંબઈ, કલ્યાણ, વસઈ-વિરાર અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ભાંડુપ-મુલુન્ડથી વીજળીનો પૂરવઠો પહોંચાડાય છે. તેના દર રાજ્યમાં સંચાલિત તમામ  વીજ વિતરણ કંપનીઓમાં વધારે છે. 

રહેણાંક વિસ્તારના ગ્રાહકોએ ૧૦૧થી ૩૦૦ યુનિટ સુધીના ઉપયોગ પર પ્રતિ યુનિટ ૨૫ (પચ્ચીસ) પૈસાં તથા ૩૦૦થી ઉપર યુનિટ ગઈ હશે તો ૩૫ પૈસાં પ્રતિયુનિટના હિસાબે એફએસી ભરવી પડશે. મહાવિતરણના પ્રવક્તાના જણાવ્યાનુસાર, ઉનાળાના સમયમાં વીજળીની માગને પહોંચી વળવા ઈંધણ (કોલસા) ની વધેલી કિંમતોને લીધે થર્મલ પ્લાન્ટમાંથી ખરીદાયેલી વીજળી મોંઘી હતી. તેમજ પાવર એક્સચેન્જથી મોંઘી વીજળીને પણ એફએસીમાં સમાયોજિત કરાઈ હતી. ઓક્ટોબરમાં પણ આજ પરિસ્થિતી છે અને છેલ્લાં કેટલાંક દિવસમાં ૨૫૦૦૦ મેગાવૉટથી વધુ વીજળી ખરીદાઈ છે. 

દરમ્યાન સૂત્રોએ એવું જણાવ્યું હતું કે, બેસ્ટ એ તળ મુંબઈમાં ૧૦.૮ લાખ ગ્રાહકોને તેમજ તાતાપાવર સમગ્ર મુંબઈમાં ૭.૫ લાખથી વધુ અને અદાણી ઈલેક્ટ્રિસિટી ૩૧.૫ લાખ ગ્રાહકોને વીજળી પહોંચાડે છે. છતાં તેમણે આ મહિને એફએસીની કોઈ જાહેરાત કરી નથી.    



Google NewsGoogle News