મહારાષ્ટ્રમાંના 212 હાઉસિંગ પ્રોજેકટસ બાબતમાં મહારેરાની ચેતવણી
નોટિસ મોકલ્યા પછી અને પેનલ્ટી ભર્યા પછી પણ જરૃરી વિગતો ન આપનારાઓ સામે મહારેરા લાલધૂમ
કેટલાક ડેવલોપર્સ દ્વારા બાંધકામની પ્રગતિ સંબંધી માહિતી આપવામાં આવી ન હતી
મુંબઈ : બાંધકામની પ્રગતિ અંગે મહારેરાને જાણ નહીં કરનારા ૨૧૨ હાઉસિંગ પ્રોજેકટનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. મહારેરાના એક અધિકારીએ કહ્યું કે પ્રોજેકટના રજિસ્ટ્રેશન પછી બાંધકામની પ્રગતિ અંગેના કવાર્ટરલી પ્રોગેસર રિપોર્ટ (કયૂપીઆર) મહારેરાની વેબસાઈટ પર પૂર્વ નિશ્ચિત ફોર્મેટમાં રજૂ કરવાનું ફરજિયાત છે. આ ૨૧૨ હાઉસિંગ પ્રોજેકટસના ડેવેલોપર્સ દ્વારા પ્રોજેકટની પ્રગતિની માહિતી આપવામાં આવી ન હતી. આથી મહારેરાએ પોતાની વેબસાઈટ પર આવા પ્રોજેકટસની સંખ્યા પુણેમાં ૪૭, નાસિકમાં ૨૩, પાલઘરમાં ૨૩, થાણેમાં ૧૯, રાયગઢમાં ૧૭, છત્રપતિ સંભાજી નગરમાં ૧૩ અને નાગપુરમાં ૮ છે. જાન્યુઆરી અને એપ્રિલ ૨૦૨૩ સુધીમાં ૨૩૬૯ પ્રોજેકટસનું મહારેરામાં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તેમાંથી ૮૮૬ પ્રોજેકટસના ક્યૂપીઆર (કવાર્ટરલી પ્રોજેકટ રિપોર્ટ) રજૂ થયા ન હતા આથી તેમને નોટિસ પાઠવવામાં આવી હતી.
મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન (એમએમઆર) અને કોંકણમાં ૭૬ પ્રોજેકટસ દ્વારા ક્યૂપીઆર રજૂ કરાયા ન હતા. મુંબઈ સબર્બનમાં ૪ અને મુંબઈ શહેરમાં આવા પ્રોજેકટસની સંખ્યા ૭ હતી.
૮૮૬ પ્રોજેકટસને સેક્શન ૭ (ધ રેગ્યુલેશન એન્ડ ડેવલપોમેન્ટ) હેઠશ નોટિસ મોકલી ભૂલ સુધારવા ૩૦ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. તે પછી તેમને રિમાઈન્ડર મોકલવામાં આવ્યું હતું. જેમાંથી ૬૭૨ પ્રોજેકટસ પર પેનલ્ટી લાદવામાં આની હતી. તે પછી પણ ૨૪૪ પ્રોજેકટસ ક્યૂપીઆર અપડેટ કર્યા ન હતા. મહારેરાએ ૨૧૨ પ્રોજેકટસને સસ્પેન્ડ કર્યા છે.
નિયમોનું પાલન નહીં કરનારા ૨૧૨ પ્રોજેકટસ ઘર ખરીદનારાઓના હિતોને જોખમમાં મૂકી શકે છે તેવી ચેતવણી મહારેરાના એક અધિકારીએ આપી છે.