Get The App

મહારાષ્ટ્રનું પહેલું એરફોર્સ મ્યુઝિયમ નાગપુરમાં ખુલ્લું મુકાયું

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
મહારાષ્ટ્રનું પહેલું એરફોર્સ મ્યુઝિયમ નાગપુરમાં ખુલ્લું મુકાયું 1 - image


ફાઈટર પ્લેનના અનુભવ માટે સિમ્યુલેટર

ફાઇટર પ્લેન, હેલિકોપ્ટર, મિસાઇલ ગોઠવાયા, પહેલીવાર નજીકથી યુદ્ધ વિમાનો જોઈ શકાશે

મુંબઈ - દેશની હવાઈ સીમાની હિફાઝત કરતા એરફોર્સના ઉજ્જવળ ઇતિહાસની ઝાંખી કરાવતું મહારાષ્ટ્રનું પહેલવહેલું એરફોર્સ મ્યુઝિયમ આજે નાગપુરમાં ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

ાયુસેના નગરમાં  એર માર્શલ વિજય ગર્ગના હસ્તે આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મ્યુઝિયમના પ્રવેશદ્વાર પાસે જ મિગ-૨૧ ફાઇટર એરક્રાફ્ટ, એમઆઇ-૮ હેલિકોપ્ટર તેમ જ પિચોરા મિસાઇલ ગોઠવવામાં આવ્યા છે. લોકોને પહેલી જ વાર સાવ નજીકથી ફાઇટર જેટ, હેલિકોપ્ટર અને મિસાઇલ જોવા મળશે.

આ મ્યુઝિયમમાં એરફોર્સ તેમ જ મિલિટરી એવિયેશન વિંગ દ્વારા જુદા જુદા યુદ્ધમાં વાયુસેના તરફથી  ભજવવામાં આવેલી ભૂમિકાની સતસવીર ઝાંખી કરાવવામાં આવી છે. એક વિભાગમાં એરફોર્સ તરફથી વપરાતા શસ્ત્રો ગોઠવવામાં આવ્યા છે. 

ઓડિયો વિઝ્યુઅલ સેક્શનમાં એરફોર્સની દિલધડક કામગીરી વિડિયો જોવા મળે છે. ઉપરાંત એર-સીમ્યુલેટર સેક્શનમાં મુલાકાતીઓ જાણે ફાઇટર પ્લેન ઊડતું હોય ત્યારે કેવું લાગે તેની અનુભૂતી કરી શકે છે.


Tags :