મહારાષ્ટ્રનું ચૂંટણીલક્ષી ફુલગુલાબી બજેટ, મહિલાઓ તથા ખેડૂતો માટે ધૂમ લ્હાણી
એરપોર્ટ અને મેટ્રો રુટ્સ સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોક્સ
16 હજાર કરોડની ખાધ ધરાવતાં બજેટમાં નવાં 700 દવાખાના, વિદ્યાર્થીઓને સ્કોલરશિપ્સ તથા નબળા વર્ગો માટે મકાનો સહિતની જાહેરાતો
મુંબઈ : મહારાષ્ટ્રના નાણાં ખાતાંનો હવાલો સંભાળતા નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેના વડપણ હેઠળની સરકારનું પહેલું બજેટ રજૂ કરતાં તમામ વર્ગો માટે લ્હાણીઓની જાહેરાત કરી હતી. બજેટમા ંખેડૂતો, મહિલાઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ સહિત તમામ વર્ગને ખુશ કરવાનો પ્રયાસ કરાયો હતો. ૧૬ હજાર કરોડની ખાધ ધરાવતાં બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટસ પર ખાસ ફોક્સ કરાયું છે. મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓને ધ્યાને રાખી મુંબઈ માટે પણ સંખ્યાબંધ જાહેરાતો કરાઈ છે.
બજેટમાં મહિલાઓ માટે ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે. કામ કરતી મહિલાઓ માટે કેન્દ્રની મદદથી ૫૦ હોસ્ટેલ બનાવવામાં આવશે. નિરાધાર, નિરાધાર મહિલાઓ માટે નવા ૫૦ શક્તિ સદન, એસટી બસમાં મુસાફરીના ભાડામાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ, આશા સ્વયંસેવકો, આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. મહિલાઓને મકાન ખરીદવા પર સ્ટેમ્પ ડયુટીમાં ૧ ટકાની છૂટ મળશે. બજેટમાં તળાવ લડકી યોજના શરૃ કરવામાં આવી છે. આ યોજનામાં પીળા અને કેસરી રેશનકાર્ડ ધારકોના પરિવારમાં બાળકીના જન્મ પર ૫ હજાર રૃપિયા આપવામાં આવશે. ધોરણ પહેલા ધોરણમાં જવા માટે છોકરીને ૪,૦૦૦ રૃપિયા, ધોરણ ૬ માટે ૬,૦૦૦ રૃપિયા, ધોરણ ૧૧ માટે ૮,૦૦૦ રૃપિયા અને ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરવા પર ૭૫,૦૦૦ રૃપિયા આપવામાં આવશે. મહિને પચ્ચીસ હજાર સુધીની આવક ધરાવતી મહિલાઓ માટે પ્રોફેશનલ ટેક્સ માફ કરાયો છે.
શિરડીમાં નવાં પેસેન્જર ટર્મિનલ માટે ૫૨૭ કરોડ, છત્રપતિ સંભાજી નગરમાં એરપોર્ટની જગ્યા માટે ૭૩૪ કરોડ રુપિયા તથા પુરંદર ખાતે નવાં ઈન્ટરનેશનલ એરપોર્ટની જાહેરાત બજેટમાં કરાઈ છે.
મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન સ્વાસ્થ્ય યોજના હેઠળ સારવાર મર્યાદા ૧.૫ લાખ રૃપિયાથી વધારીને પાંચ લાખ રૃપિયા કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ૭૦૦ હિંદુ હ્રદય સમ્રાટ સ્વ.બાલા સાહેબ ઠાકરે આપલા દવાખાના ખોલવામાં આવશે. નાણામંત્રીએ રાજ્યના ઓટો રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરો અને માલિકોના કલ્યાણ માટે મહારાષ્ટ્ર રાજ્ય ઓટો રિક્ષા અને ટેક્સી ડ્રાઇવર્સ અને માલિક કલ્યાણ નિગમની રચના કરવાની જાહેરાત કરી છે.
કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે બજેટમાં રૃ. ૨૩,૩૦૧.૫૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં ૬,૦૦૦ રૃપિયા મળશે. આ ઉપરાંત કેન્દ્ર તરફથી ૬ હજારની મદદ ચાલુ છે. આ રીતે ખેડૂતોને એક વર્ષમાં ૧૨ હજાર રૃપિયા મળશે. આ યોજનાથી ૧.૧૫ કરોડ ખેડૂત પરિવારોને ફાયદો થશે. આ યોજના માટે રાજ્યની તિજોરીમાંથી ૬૯૦૦ કરોડ રૃપિયા ખર્ચવામાં આવશે. ખેડૂતોને ૧ રૃપિયાનો પાક વીમો આપવામાં આવશે. વિદર્ભ, મરાઠવાડાના ૧૪ પીડિત કેસરી રેશનકાર્ડ ધારક ખેડૂતોને અનાજના બદલે રોકડની જોગવાઈ કરવામાં આવી છે. ૧૮૦૦ રૃપિયા પ્રતિ વ્યક્તિ આપવામાં આવશે.
વરિ નાગરિકો માટે દરેક મ્યુનિસિપલ વિસ્તારમાં મનોરંજન કેન્દ્રો ખોલવામાં આવશે. મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન સ્વાસ્થ્ય યોજના હેઠળ સારવારની મર્યાદા વધારીને પાંચ લાખ રૃપિયા કરવામાં આવી છે. આ યોજનામાં ૨૦૦ નવી હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરીનો દર ૨.૫ લાખ રૃપિયાથી વધારીને ચાર લાખ રૃપિયા કરવામાં આવ્યો છે.
શિવનેરી કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજને સમપત મ્યુઝિયમ બનાવવામાં આવશે. કિલ્લાના સંરક્ષણ માટે ૩૦૦ કરોડ રૃપિયા ફાળવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. પૂણે જિલ્લાના હવેલી તાલુકાના અંબેગાંવ ખાતે છત્રપતિ શિવાજી મહારાજ થીમ પાર્ક સ્થાપવા માટે ૫૦ કરોડ રૃપિયા આપવામાં આવશે.
બજેટના આંકડાઃ દેવાંમાં ૧૦ ટકાનો વધારો
રેવન્યુ ડિપોઝિટ ૪,૪૯,૫૨૨.૬૧ કરોડ
મહેસૂલ ખર્ચઃ ૪,૬૫,૬૪૫.૦૨ કરોડ
ર્ મહેસૂલ ખાધઃ ૧૬,૧૨૨.૪૧ કરોડ
ર્ રાજકોષીય ખાધ- ૯૫,૫૦૦.૮૦ કરોડ
ર્ કુલ દેવું-૭,૦૭,૪૭૨ કરોડ
ત્રણ વર્ષમાં બજેટમાં ૩૬ ટકાનો વધારો
વર્ષ ૨૦૨૧-૨૨-- ૪,૪૨,૪૦૨.૨૩ કરોડ
વર્ષ ૨૦૨૨-૨૩ -- ૫,૪૮,૫૭૭.૫૧ કરોડ
વર્ષ ૨૦૨૩-૨૪-- ૬,૦૨,૦૦૮.૨૮ કરોડ
,
કયા વિભાગને કેટલી રકમ મળી
----------------------
શાળા શિક્ષણ વિભાગઃ ૨૭૦૭ કરોડ
તબીબી શિક્ષણ- ૨૩૫૫ કરોડ
ગૃહ વિભાગથ ૨૧૮૭ કરોડ
મહેસૂલ વિભાગઃ ૪૩૪ કરોડ
પર્યાવરણીય વિકાસઃ ૧૩૪૩૭ કરોડ
કૌશલ્ય, સાહસિકતા અને રોજગાર- ૭૩૮ કરોડ
સાંસ્કૃતિક બાબતો વિભાગ- ૧૦૮૫ કરોડ
પરિવહન અને બંદર વિકાસઃ ૩૭૪૬ કરોડ
સામાન્ય વહીવટ વિભાગ- ૧૩૧૦ કરોડ
રેલવે પ્રોજેક્ટ્સ-૩૫૩૯ કરોડ