દેશમાં શેરબજારમાં નાણાં રોકનારાઓમાં મહારાષ્ટ્ર ટોચ પર
શેરમાં પૈસા રોકનારાઓ 12 ટકા માત્ર મહારાષ્ટ્રના છે
મહારાષ્ટ્રમાં દર 4માંથી 1 , ગુજરાતમાં દર 5માંથી 1 વ્યક્તિનું શેરબજારમાં રોકાણઃ 5 વર્ષમાં યુવા રોકાણકારોની સંખ્યા બમણી થઈ
મુંબઇ : ભારતમાં શેરબજારના કુલ રોકાણકારોની સંખ્યા લગભગ ૨૬ કરોડ છે. જેમાં મહારાષ્ટ્રનો હિસ્સો સંખ્યાની દ્રષ્ટિએ ૧૨ ટકા છે. મહારાષ્ટ્રના દર ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિ શેરબજારમાં રોકાણ કરે છે.
ેશમાં કુલ ૨૬ કરોડ વ્યક્તિ શેરબજારમાં નોંધાયેલા રોકાણકાર છે. જેમાંથી અડધોઅડધ મહારાષ્ટ્ર, ઉધાર પ્ર ેસ, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્ર ેશના છે. કુલ ડિમેટ અકાઉન્ટ હોલ્ડર્સમાંથી ૮૦ ટકા રોકાણકારોનું શેરબજારમાં રૃ. ૫૦,૦૦૦થી વધુનું રોકાણ છે. ભારતની ૧૪૦ કરોડની જનસંખ્યા છે. જેમાંથી ર નવ વ્યક્તિએ એક વ્યક્તિ શેરબજારમાં રોકાણ કરે છે. વર્ષે ૨૦૧૮થી વર્ષ ૨૦૨૩ રમિયાનના પાંચ વર્ષના સમયગાળામાં રોકાણકારોની સંખ્યામાં વધીને ચાર ગણી થઈ છે.
મહારાષ્ટ્રમાં દર ચાર વ્યક્તિમાંથી એક ગુજરાતમાં દર પાંચમી વ્યક્તિમાંથી એક અને હરિયાણામાં દર છ વ્યક્તિમાંથી એક વ્યક્તિ શેરબજારમાં રોકાણ કરે છે. ઉત્તર પ્રદેશમાં દર ૧૪ વ્યક્તિમાંથી એક ઝારખંડમાં દર ૧૫ વ્યક્તિમાંથી એક અને બિહારમાં દર એકવીસ વ્યક્તિમાંથી એક વ્યક્તિ રોકાણકાર છે.
છેલ્લા એક વર્ષમાં બિહારમાં રોકાણકારોની સંખ્યામાં થયેલો વધારો નવ મોટા રાજ્યમાંના રોકાણકારોની સંખ્યામાં સૌથી વધુ છે. છેલ્લા એક વર્ષમાં બિહારમાં રોકાણકારોની સંખ્યામાં ૪૪ ટકાનો વધારો નોંધાયો છે.
તાજેતરમાં યુવાન રોકાણકારોની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો છે. ૨૦૧૮માં પચ્ચીસ વર્ષથી ઓછી વય ધરાવતા રોકાણકારોની સંખ્યા કુલ રોકાણકારોની સંખ્યાના ૬.૩ ટકા હતી જે બમણાથી વધુ થઈને ૧૩.૬ ટકા થઈ છે. આ જ સમયગાળામાં ૫૦ વર્ષથી ઓછા પણ ૨૫ વર્ષથી વધુ વય ધરાવનારા રોકાણકારોની સંખ્ય વર્ષ ૨૦૧૮માં ૪૬ ટકા હતી જે વધીને ૬૧ ટકા થઈ છે.