મહારાષ્ટ્ર એસ.ટી.ની બસ કયા પહોંચી તેની મોબાઇલમાં જાણ થશે
મુંબઇ સેન્ટ્રલમાં અદ્યતન કન્ટ્રોલ રૃમની રચના
દરેક બસમાં વેહિકલ ટ્રેકિંગ સિસ્ટમ ગોઠવાશે
મુંબઇ - સામાન્ય રીતે એસ.ટી.ના પ્રવાસીઓએ બસની રાહ જોઇને લાંબો સમય ઉભા રહેવું પડતું હોય અને એમાંય જો રસ્તામાં બ્રેકડાઉન થાય તો પહોંચી જ નથી શકતી. આ મુશ્કેલીના નિવારણ માટે મહારાષ્ટ્ર સેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તરફથી તૈયાર કરવામાં આવેલી ખાસ મોબાઇલ એપની મદદથી પેસેન્જરો બસ કયાં પહોંચી તેનું લોકેશન પોતાના મોબાઇલમાં જોઇ શકશે.
મહારાષ્ટ્ર એસટીની બધી જ બસોમાં વેહિકલ ટ્રેકિંગ સિસ્ટમ ગોઠવવામાં આવશે. રાજ્યના ૫૦ હજાર રૃટ ઉપર એસટીની બસો સવા લાખ ફેરા કરે છે. આ બસના પ્રવાસીઓ રાહ જોઇને ઉભા હોય ત્યારે મોબાઇલમાં ટિકિટ પરનો પાસ નંબર નાખશે એટલે એ રૃટની બસ ક્યાં પહોંચી છે અને કેટલી વારમાં આવશે તેની માહિતી મળી જશે. ટિકિટ ઉપર ટ્રીપ-કોડ આપવામાં આવશે. એસ.ટી.ની એપની મદદથી અન્ય રૃટની બસનો ટાઇપ અને તેના સ્ટોપની જાણકારી મળશે. આ સમગ્ર સિસ્ટમનું સંચાલન કરવામા માટે મુંબઇ સેન્ટ્રલમાં અદ્યતન કન્ટ્રોલ રૃમ રચવામાં આવ્યો છે.