Get The App

મહારાષ્ટ્ર માર્ગ અકસ્માતથી થતા મોતમાં દેશમાં 2જા ક્રમે

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્ર માર્ગ અકસ્માતથી થતા મોતમાં દેશમાં 2જા ક્રમે 1 - image


2022માં આગલા વર્ષ કરતા 13 ટકા વધારો થયો

એનસીઆરબીના અહેવાલ અનુસાર વધુ ઝડપે વાહન હંકારવાની આદત માર્ગ અકસ્માતનું મુખ્ય કારણ

મુંબઈ :  તાજેતરના નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના આંકડાઓ અનુસાર,રાજ્યમાં ૨૦૨૨માં માર્ગ અકસ્માતથી થતા મોતમાં આગલા વર્ષની સરખામણીએ ૧૩ ટકાનો વધારો થયો છે. આંચકાજનક બાબત છે કે આ વધારાથી રાજ્ય દેશમાં વધુ ઝડપથી થતા માર્ગ અકસ્માતમાં બીજા ક્રમાંકે પહોંચી ગયું છે. ગયા વર્ષે માર્ગ અકસ્માતમાં ૧૫,૭૪૮ મોત થયા હતા જ્યારે ૨૦૨૧માં ૧૩,૯૧૧ મોત થયા હતા.

એનસીઆરબીના અહેવાલમાં દેશભરમાં ૬૩ ટકા માર્ગ અકસ્માત ઝડપથી વાહન હંકારવાને કારણે થયા હોવાનું જણાવીને આ જોખમી આદતને મુખ્યત્વે જવાબદાર ગણાવી છે. મહારાષ્ટ્ર આ આંકડાવારીમાં બીજા સ્થાને છે દેશમાં થતા સ્પીડ સંબંધિત મોતમાં દસ ટકા મહારાષ્ટ્રમાં થાય છે. તમિલનાડુ માં આ પ્રમાણ ૧૪ ટકા છે. 

નિષ્ણાંતોએ ઝડપથી વાહન હંકારવાની સમસ્યાનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવાની માગણી કરી છે. તેમણે જણાવ્યું કે હાઈવે પર દેખરેખના અભાવને કારણે ડ્રાઈવરો નિયમોનું ઉલ્લંઘન કરવા પ્રેરાય છે.

આ જ અનુસંધાનમાં મહારાષ્ટ્ર હાઈવે પોલીસે માર્ગ સુરક્ષા સંબંધિત એક અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાનમાં ખાસ તો એક ૨૪ વર્ષીય યુવાનનો વૃત્તાંત શેર કરવામાં આવ્યો હતો જેનું લાપરવાહીથી વધુ ઝડપે બાઈક હંકારવાને કારણે મોત થયું હતું.

આ કટોકટી ઉકેલવાના પ્રયાસ તરીકે હાઈવે પોલીસે સ્પીડ ગન, બ્રેથેલાઈઝર્સ અને ટિન્ટ મીટર જેવા આધુનિક ઉપકરણોનો ઉપયોગ શરૃ કર્યો છે. વધુમાં બહુવિધ શહેરોમાં શરૃ કરાયેલી આ પહેલમાં પીડિત પરિવારને કાનૂની સહાય અને વીમા સંબંધિત મદદની ઓફર પણ કરાઈ રહી છે.

શહેરના સામાજિક કાર્યકરોએ પણ માર્ગ બાંધકામ અને સુરક્ષા પગલા માટે પારદર્શક ફાળવણી સુનિશ્ચિત કરવા અલગ બજેટની સલાહ આપતા હાઈ સ્પીડ કોરિડોર પર સમર્પિત સુરક્ષા ઈન્ફ્રાસ્ટ્રક્ચર તાત્કાલિક ધોરણે ઊભુ કરવાની માગણી કરી છે.



Google NewsGoogle News