લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા જ NDAમાં ટેન્શન? આ નેતાએ કહ્યું- અમને પરંપરાગત વોટ પણ નથી મળ્યા
Image Source: Twitter
Maharashtra Lok Sabha Elections: શું લોકસભા ચૂંટણીમાં અજિત પવાર (Ajit Pawar) જૂથને નુકસાન થઈ રહ્યું છે? શું તેને પરંપરાગત મતો નથી મળ્યા? આવી વાતો પ્રફુલ્લ પટેલના નિવેદન બાદ કરવામાં આવી રહી છે. ડેપ્યુટી સીએમ અજિત પવારના નેતૃત્વમાં એનસીપીની બેઠક મુંબઈના ગરવારે ક્લબમાં થઈ હતી. આ બેઠકમાં પ્રફુલ્લ પટેલે કહ્યું કે, NCPને પરંપરાગત મતો ન મળવાથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે.
એક અહેવાલ પ્રમાણે સૂત્રોએ જણાવ્યું કે, પ્રફુલ્લ પટેલે બેઠકમાં કહ્યું કે, લોકસભા ચૂંટણીના પરિણામો ટૂંક સમયમાં આવવાના છે. આ ચૂંટણીએ આપણા કાર્યકર્તાની સાથે-સાથે સામાન્ય જનતા વચ્ચે પણ બંધારણને લઈને સવાલો ઉઠાવ્યા છે. બંધારણને લઈને મહારાષ્ટ્રમાં ખૂબ જ ગેરસમજ છે. કારણ કે, 400 આપણું સૂત્ર છે, એટલા માટે આપણે 400ને પાર કરવા માટે આ મુદ્દા અને પ્રચારને નિયંત્રિત કરવો પડશે. NCPને ભારે નુકસાન થયું છે કારણ કે અમને અમારા પરંપરાગત મતો નથી મળી રહ્યા.
ન પોતાના પક્ષના ન બીજાના પક્ષના મત મળ્યા: પ્રફુલ્લ પટેલ
પ્રફુલ્લ પટેલે કહ્યું કે, આપણે એ ન ભૂલવું જોઈએ કે આ ચૂંટણીમાં અગાઉ આપણને ન તો આપણા પોતાના પક્ષના મત મળ્યા હતા કે ન તો બીજાના પક્ષના મત મળ્યા હતા. અમને વિશ્વાસ છે કે, દેશમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીની NDA સરકાર બનશે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NDAનો એક ભાગ છે. છગન ભુજબલ આ ચૂંટણી લડવાના હતા. કેન્દ્રીય નેતાઓએ આગ્રહ કર્યો હતો કે, છગન ભુજબલે ચૂંટણી લડવી જોઈએ. દુર્ભાગ્યે સીએમ એકનાથ શિંદેએ ભાર મૂક્યો તેથી અમારે તે બેઠક સેના માટે છોડવી પડી. આપણી સૌની સંયુક્ત જવાબદારી છે. અમે અમારી પાર્ટીને મજબૂત કરવા માંગીએ છીએ. અમે મહાગઠબંધનમાં છીએ, તેથી તે મહાગઠબંધનને પણ મજબૂત કરવાનું અમારું કામ છે.
વિધાનસભા ચૂંટણીમાં મળશે વધુ બેઠકો
પ્રફુલ્લ પટેલે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં લોકસભા જેવી સ્થિતિ ઉભી ન થાય તે માટે સાવચેતી રાખવી પડશે. NCPને વધુ બેઠકો મળે તે માટે અમે ચોક્કસપણે પ્રયાસ કરીશું. છગન ભુજબલે જે કહ્યું તે સાચું છે. ભુજબલ પણ નિર્ણય લેવાની પ્રક્રિયામાં અમારી સાથે રહેશે. પટેલે કહ્યું કે, આ વખતે સીટિંગ-વેટિંગના આધારે બેઠકોની વહેંચણી નહીં થશે. એ નક્કી છે કે, અમને વધુ બેઠકો મળશે. અમારી તાકાત વધુ છે. અમે તે પ્રમાણે જ બેઠકો લઈશું. પરંતુ ચૂંટણી અને જીતવાની ક્ષમતા પણ મહત્વની છે.