મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં મોતનો તાંડવ: હવે નાગપુરની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 25 દર્દીઓના મોત

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં મોતનો તાંડવ: હવે નાગપુરની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 25 દર્દીઓના મોત 1 - image

Image Source: Twitter

- આ અગાઉ નાંદેડની સરકારી હોસ્પિટલમાં 48 કલાકમાં કુલ 31 દર્દીઓના મોત થઈ ગયા હતા

નાગપુર, તા. 04 ઓક્ટોબર 2023, બુધવાર

મહારાષ્ટ્રના નાંદેડ અને ઔરંગાબાદ હવે નાગપુરની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 25 દર્દીઓના મોત થઈ ગયા છે. નાગપુરની મેડિકલ કોલેજ અને ઈન્દિરા ગાંધી સરકારી કોલેજમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓના મોત થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતકોમાંથી 16 દર્દી સરકારી મેડિકલ કોલેજ અને 9 દર્દી ઈન્દિરા ગાંધી સરકારી કોલેજના છે.

નાંદેડ અને ઔરંગાબાદ બાદ હવે નાગપુરની સરકારી હોસ્પિટલમાં આટલી મોટી સંખ્યામાં દર્દીઓના મોત બાદ મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે.

આ અગાઉ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મંગળવારે સવારે 8:00 વાગ્યા સુધી 24 કલાકમાં 18 દર્દીઓના મોત થઈ ગયા હતા. આ અગાઉ નાંદેડની સરકારી હોસ્પિટલમાં 48 કલાકમાં કુલ 31 લોકોના મોત થઈ ગયા હતા. 

હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, 2 ઓક્ટોબરના રોજ સવારે 8:00 વાગ્યાથી 3 ઓક્ટોબરના રોજ સવારે 8:00 વાગ્યાની વચ્ચે છત્રપતિ સંભાજીનગરની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 18 લોકોના મૃત્યુ નોંધાયા હતા. તેમણે જણાવ્યું હતું કે જીએમસીએચમાં નોંધાયેલા 18 લોકોના મોતમાંથી 4 લોકોને હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. 



Google NewsGoogle News