'દેવેન્દ્ર ફડણવીસે હવે સમજદાર બની જવું જોઈએ, નહીતર અમે તેમની...', મનોજ જરાંગેએ ભાજપ-કોંગ્રેસના નેતાને આપી ચેતવણી

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
'દેવેન્દ્ર ફડણવીસે હવે સમજદાર બની જવું જોઈએ, નહીતર અમે તેમની...', મનોજ જરાંગેએ ભાજપ-કોંગ્રેસના નેતાને આપી ચેતવણી 1 - image

મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગેએ કહ્યું કે, મરાઠા સમુદાયને મુખ્યમંત્રી એકનાથ શિંદે પર ભરોસો છે. આજે તેઓ લાતૂર અને ધારાશિવ જિલ્લાના પ્રવાસે છે. જરાંગેએ લાતૂરમાં પ્રવેશ કરતા જ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કર્યા. જરાંગેએ છગન ભુજબલ પર પ્રહાર કર્યા છે. મનોજ જરાંગેએ કહ્યું કે, મરાઠાઓને એકનાથ શિંદે પર ભરોસો છે. જે અધિકારી જાણીજોઈને રેકોર્ડ શોધવાની મંજૂરી નથી આપતા, તેમને નોકરીથી બહાર કરી દેવા જોઈએ. ગમે એટલા ઢોલ વગાડી લો, અનામત મળશે. ચોક પર 50 હજાર લોકો એકઠા થઈ રહ્યા છે. જરા વિચારે, આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ.

જરાંગેએ દેવેન્દ્ર ફડણવીસ પર કર્યા પ્રહાર

મનોજ જરાંગે પાટિલે કહ્યું કે, જો દેવેન્દ્ર ફડણવીસ હજુ પણ નથી સમજતા તો હું બધુ ખતમ કરી દઈશ. તેમને ખુલીને કહેવું જોઈએ કે, હું આ શું કરી રહ્યો છું. તેમણે પહેલા પણ માનવતા દર્શાવી હતી. તેમણે હવે મજાક શરૂ કરી દીધી છે. ફડણવીસે હવે પોતાના લોકોને બોલવા માટે કહ્યું છે. જે લોકો ફડણવીસની થાળીમાં ખાઈ રહ્યા છે, તેમને ગુસ્સો આવવા લાગ્યો છે. જરાંગેએ એમ પણ કહ્યું કે, કોઈ ગમે એટલો જાતિવાદ કરી લે, ઓબીસી મરાઠા એકજુટ છે.

મનોજ જરાંગેના છગન ભુજબલ પર પ્રહાર

જરાંગેએ છગન ભુજબલની ટિકાનો પણ જવાબ આપ્યો છે. મનોજ જરાંગેએ છગન ભુજબળ પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ જો સમજદાર વ્યક્તિ હોત તો જવાબ આપત.

લાતૂર જિલ્લાના પ્રવાસે જરાંગે

મનોજ જરાંગે-પાટિલ લાતૂર જિલ્લાના બે દિવસીય પ્રવાસ પર છે. આ બે દિવસોમાં તેઓ સમાજના લોકો સાથે વાતચીત કરશે. કેટલીક જગ્યાએ બેઠકો પણ કરશે. ત્યારબાદ જરાંગે પાટિલ ધારાશિવ જિલ્લાના પ્રવાસે જશે. 



Google NewsGoogle News