Get The App

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પણ રાજકારણમાં ઝંપલાવશે, અહીંથી અપક્ષ ઉમેદવાર તરીકે લડશે ચૂંટણી

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પણ રાજકારણમાં ઝંપલાવશે, અહીંથી અપક્ષ ઉમેદવાર તરીકે લડશે ચૂંટણી 1 - image


Maharashtra Election 2024: મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેએ રાજકારણમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે તેમણે જાહેરાત કરી હતી કે, હું આગામી વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યો છું. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તેઓ મુંબઈના વર્સોવા વિધાનસભા મત વિસ્તારથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે.

પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેએ જણાવ્યું કે, હું લાંબા સમયથી ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યો હતો. હું એ જ મતવિસ્તારથી ચૂંટણી લડીશ જ્યાં હું છેલ્લા ઘણા વર્ષોથી રહી રહ્યો છું. મને વિશ્વાસ છે કે, મને દરેક વર્ગના લોકોનું સમર્થન મળશે. 

અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય

સંજય પાંડે મુંબઈ પોલીસના કમિશનર રહી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે, મેં કોઈ પણ રાજકીય પક્ષનો સંપર્ક નથી કર્યો.  હું પોતાનું રાજકીય સંગઠન બનાવીશ, જેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે. 

ફોન ટેપિંગ મામલે થઈ હતી ધરપકડ

સંજય પાંડે સાથે કેટલાક વિવાદ પણ જોડાયેલા છે. વર્ષ 2022ના સપ્ટેમ્બર મહિનામાં કથિત ફોન ટેપિંગ મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટમાંથી તેમને જામીન મળી ગયા હતા. તેઓ 1986 IPS બેન્ચના અધિકારી છે. તેમણે IIT કાનપુરથી અભ્યાસ કર્યો છે. 


Google NewsGoogle News