Get The App

કોંગ્રેસના દિગ્ગજ નેતાની કારને ટ્રકે મારી ટક્કર, પાર્ટીએ સવાલ ઊઠાવતાં અનેક તર્કવિતર્ક

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસના દિગ્ગજ નેતાની કારને ટ્રકે મારી ટક્કર, પાર્ટીએ સવાલ ઊઠાવતાં અનેક તર્કવિતર્ક 1 - image


Nana Patole Car Accident: મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે ચૂંટણી પ્રચાર કરીને પરત ફરતી વખતે અકસ્માતનો શિકાર બન્યા હતા. નાના પટોલેની કારને ભંડારા જિલ્લામાં એક ટ્રકે ટક્કર મારી દીધી હતી પરંતુ તેઓ માંડ-માંડ બચી ગયા હતા. પાર્ટીના એક નેતાએ આજે આ ઘટનાની જાણકારી આપી છે. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી. કોંગ્રેસના રાજ્ય પ્રવક્તા અતુલ લોંઢેએ કહ્યું કે, આ શંકા ઉત્પન્ન કરનારી બાબત છે કે, શું તેમને કોઈ મારી નાખવા માગતુ હતું. લોઢેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું કે, આ દુર્ઘટના ભંડારા જિલ્લાના કરદા ગામ પાસે બની હતી. તેમણે દાવો કર્યો કે, એક ટ્રકે પટોલેની કારને ટક્ક મારી અને તેમને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. 

પાર્ટીએ ઉઠાવ્યા સવાલ

તેમણે કહ્યું કે, તે એક ગંભીર અકસ્માત હતો. શંકા ઉભી થાય છે કે શું આ તેમની હત્યા માટે કરવામાં આવેલો પ્રયાસ હતો? શું ભારતીય જનતા પાર્ટી વિપક્ષી નેતાઓને ખતમ કરીને ચૂંટણી જીતવા માંગે છે? લોંઢેએ કહ્યું કે, લોકોની દુઆના કારણે પટોલે સુરક્ષિત બચી ગયા. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 20 મે વચ્ચે પાંચ તબક્કામાં થશે. 

નાના પટોલે તાજેતરમાં જ પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમણે એક ચૂંટણી રેલી દરમિયાન કથિત રીતે બીજેપી સાંસદ સંજય શામરાવ ધોત્રેના મૃત્યુની કામના કરી હતી. પટોલેએ અકોલામાં એક ચૂંટણી રેલી દરમિયાન આ નિવેદન આપ્યું હતું. તેમની ટિપ્પણીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો હતો. તેમના આ નિવેદનની ભાજપે પણ નિંદા કરી હતી. 


Google NewsGoogle News