Get The App

'બિશ્નોઈ ગેંગને માટીમાં મિલાવી દઈશું', સલમાન ખાન સાથે મુલાકાત બાદ મુખ્યમંત્રી શિંદેનું મોટું નિવેદન

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
'બિશ્નોઈ ગેંગને માટીમાં મિલાવી દઈશું', સલમાન ખાન સાથે મુલાકાત બાદ મુખ્યમંત્રી શિંદેનું મોટું નિવેદન 1 - image


Salman Khan House Firing : ફાયરિંગ બાદ સલમાન ખાન પહેલીવાર પોતાના ઘરે જોવા મળ્યા. 16 એપ્રિલે સલમાન ખાન સાથે મુલાકાત કરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. જેની તસવીરો પણ સામે આવી છે. જેમાં તેમને વાતચીત કરતા જોઈ શકાય છે. સલમાન ખાન અને એકનાથ શિંદેની સાથે એક્ટરના પિતા સલીમ ખાનને પણ જોઈ શકાય છે.

સલમાન ખાનને મળ્યા એકનાથ શિંદે

મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી શિંદેએ સલમાન ખાન અને તેમના પરિવાર સાથે થોડીવાર વાત કરી. આ દરમિયાન તેમણે એક્ટરને આશ્વાસન આપ્યું કે તેમની અને તેમના પરિવારની સિક્યોરિટી વધારવામાં આવશે. સલમાન ખાનને મળ્યા બાદ એકનાથ શિંદેએ કહ્યું કે, 'ગુનેગારો સામે કડક કાર્યવાહી કરાશે. બિશ્નોઈ ગેંગને માટીમાં મિલાવી દઈશું. મહારાષ્ટ્રમાં કોઈ પણ પ્રકારના અંડરવર્લ્ડની એક્ટિવિટીને નહીં સહન કરવામાં આવે. ભલે તે કોઈ બિશ્નોઈ ગેંગ કેમ ન હોય.'

આ પહેલા 15 એપ્રિલે સલમાન ખાનને મળવા માટે રાજ ઠાકરે પહોંચ્યા હતા. આ સિવાય એક્ટર ખુદ પણ કડક સિક્યોરિટી વચ્ચે બહાર નિકળ્યા હતા. જોકે, સિક્યોરિટીને લઈને તેમની તસવીરો સામે આવી નથી. અચાનક ઘર પર થયેલા ફાયરિંગથી સલમાન ખાનનો પરિવાર ચિંતામાં છે. તેવામાં એક્ટર સાથે તેમના ઘરની સિક્યોરિટીમાં પણ વધારો કરાયો છે.

એક્ટરના ઘરે થયું હતું ફાયરિંગ

થોડા વર્ષ પહેલા બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ધમકીઓ બાદથી સલમાન ખાન ખુબ જ ટાઈટ સિક્યોરિટી વચ્ચે રહે છે. પરંતુ ભારે સિક્યોરિટી છતા 14 એપ્રિલ સવારે 4:50 વાગ્યે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા શખ્સોએ ધડાધડ ફાયરિંગ કર્યું.

મળતી માહિતી અનુસાર, 14 એપ્રિલ સવારે 4:50 વાગ્યે બે અજાણ્યા લોકોએ સલમાન ખાનને બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ત્રણથી ચાર રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. બંને શૂટર બાઈકથી આવ્યા હતા અને પછી હવામાં ફાયરિંગ કરીને ભાગી ગયા. હવે બંનેને મુંબઈ પોલીસે પકડી લીધા છે. ઘટનાની તપાસ માટે સલમાન ખાનના ગેલેક્સ એપાર્ટમેન્ટમાં ફોરેન્સિક ટીમ પણ પહોંચી હતી. બાદમાં આ હુમલાની જવાબદારી સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારા લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ લીધી હતી.

અનમોલ બિશ્નોઈના નામથી બનેલા ફેસબુક એકાઉન્ટથી એક પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં દાવો કરાયો હતો કે અમેરિકામાં હાજર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને સલમાન ખાન પર હુમલાની જવાબદારી લીધી. જોકે, અમે આ દાવાની પુષ્ટિ નથી કરતા.

ફાયરિંગ કરનારા બે શૂટરની કચ્છમાં માતાના મઢથી ધરપકડ

મુંબઈના બાન્દ્રા ખાતેનાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ ખાતે ગત રવિવારે પરોઢે ફાયરિંગ કરીને ફરાર થયેલા બે શૂટરને કચ્છના યાત્રાધામ માતાના મઢ ખાતેથી ઝડપી લેવામાં સફળતા મળી હતી. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-9ની ટીમ અને કચ્છ પશ્ચિમ એલસીબી પોલીસે અડધી રાતે  જોઇન્ટ ઓપરેશન હાથ ધરી સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા બે શૂટરને કચ્છમાં માતાના મઢથી ઝડપી લીધા હતા. મુંબઇ પોલીસે 36 કલાકમાં જ  બંને શૂટર્સનું પગેરું  મેળવી ધરપકડ કરી લીધી છે. તેમની ઓળખ બિહારના 24 વર્ષીય વિકી ગુપ્તા તથા 21 વર્ષીય સાગર પાલ તરીકે થઈ છે.   

'બિશ્નોઈ ગેંગને માટીમાં મિલાવી દઈશું', સલમાન ખાન સાથે મુલાકાત બાદ મુખ્યમંત્રી શિંદેનું મોટું નિવેદન 2 - image

લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આ બંને શૂટર્સને સોપારી અપાઈ હતી

પશ્ચિમ કચ્છના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર ઓફ જનરલ મહેન્દ્ર બગડિયાએ કહ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આ બંને શૂટર્સને સલમાનના ઘરે ફાયરિંગ કરવા માટે સોપારી અપાઈ હતી. શૂટર ગુપ્તા અને પાલને પકડીને કચ્છના દયા પર પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યા હતા. ત્યાંથી રાજકોટ લઇ જઇ વિમાનમાં મુંબઇ લાવવામાં આવ્યા હતા. મુંબઇ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત હતો. પોલીસે બંનેને કોર્ટમાં હાજર  કરતાં પચ્ચીસમી એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 


Google NewsGoogle News