Get The App

મહારાષ્ટ્ર બોર્ડના ધો. 12ના 15 લાખ વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્ર બોર્ડના ધો. 12ના 15 લાખ વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા 1 - image


પરીક્ષામાં ગેરરીતી અટકાવવા અનેક પગલાં

સમગ્ર રાજ્યના 3 હજારથી વધુ કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે

મુંબઇ :  આજથી શરૃ થનારી સ્ટેટ બોર્ડની ૧૨મા ધોરણની પરીક્ષામાં અંદાજે ૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ હાજરી આપશે. પરીક્ષામાં ચોરી રોકવા તથા વિદ્યાર્થીઓની સુવિધા માટે અનેક પગલાં લેવાયાં છે. 

૨૧મી ફેબુ્રઆરીથી ૧૨મા ધોરણની અને પહેલી માર્ચથી એસએસસીની પરીક્ષાઓ શરૃ થશે. ૧૦મા ધોરણના ૧૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્ય બોર્ડે વિદ્યાર્થીઓને હોલ ટિકિટો આપી દીધી છે. ભૂતકાળમાં બનેલા સોશિયલ મીડિયા પર પેપર લીકના કિસ્સા તથા નકલ જેવી ગેરરીતો આ વર્ષે ન થાય તેના માટે કડક પગલાં લેવાયા છે.   વિદ્યાર્થીઓને રાહત માટે વધારાની ૧૦ મિનીટ પણ ફાળવવામાં આવી છે. 

 ૧૨મા ધોરણની પરીક્ષાઓ રાજ્યમાં ૩,૩૨૦ કેન્દ્રોમાં લેવાશે. જ્યારે ૧૦મા ધોરણના પરીક્ષા કેન્દ્રો ૫૦૮૬ છે. નોંધનીય છે કે કોમર્સ અને આર્ટસના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા  જેટલી જ  વિજ્ઞાાન શાખાના વિદ્યાર્થીઓની સંખ્યા છે.

આ વર્ષે પ્રેક્ટિકલ પરીક્ષાઓ ઓનલાઇન લેવાશે અને પ્રશ્નપત્રોનું પરિવહન કરનારા કસ્ટોડિયનોએ પેપર સંગ્રહ દરમિયાન વિડીયો રેકોર્ડ કરતી વખતે તેમના ઉપકરણો પર જીપીએસ સક્રિય કરવું  ફરજિયાત છે. પરીક્ષાઓ પર દેખરેખ માટે જવાબદાર ફ્લાઇંગ સ્કવોડ બદલાઇ ગઇ છે, જેમાં સભ્યોને નવા આઇડી કાર્ડ મળશે અને વરિષ્ઠ શિક્ષકો વિદ્યાર્થીઓ પ્રત્યે સહાયક અભિગમની ખાતરી માટે ટીમમાં જોડાશે.

રાજ્ય બોર્ડના અધ્યક્ષ શરદ ગોસાવીએ ભારપૂર્વક કહ્યું હતું કે અધિકારીઓને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને તણાવમુક્ત પરીક્ષા આપવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છીએ.



Google NewsGoogle News