Get The App

મહારાષ્ટ્રમાં ભાજપને સતાવી રહ્યો છે DMK ફેક્ટરનો ડર, જાતિગત રાજકારણમાં લાગશે ઝટકો?

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં ભાજપને સતાવી રહ્યો છે DMK ફેક્ટરનો ડર, જાતિગત રાજકારણમાં લાગશે ઝટકો? 1 - image


Maharashtra BJP: મહારાષ્ટ્રની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઓછું મતદાન થયા બાદ બીજેપી સતર્ક થઈ ગઈ છે. બીજેપીના વ્યૂહનીતિકારોને લાગી રહ્યું છે કે, ઓછું મતદાન મોદીના ત્રીજી વખત પીએમ બનવાના સપનાના આડે આવી શકે છે. એક તરફ જ્યાં તેમણે પોતાના ચૂંટણી પ્રચારમાં હિન્દુત્વનો તડકો લગાવવાનું શરૂ કરી દીધુ છે તો બીજી તરફ આગામી તબક્કાની ચૂંટણીમાં મતદારોને મત આપવા માટે બહાર કાઢવાની વ્યૂહરચના પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સંઘ અને ભાજપના કાર્યકરોને કહેવામાં આવ્યું છે કે તેઓ બૂથ સુધી મતદારો પહોંચે તેની રાહ ન જુએ પરંતુ દર બે-બે કલાકે વોટર લિસ્ટની સમીક્ષા કરવાની સાથે જ દરેક સોસાયટી અને ઘરે-ઘરે જઈને મતદારોને મતદાન માટે લાવવા. ભાજપને આશંકા છે કે પ્રથમ તબક્કામાં ઓછા વોટિંગ બાદ હવે આગામી તબક્કામાં તેનો પડકાર વધી ગયો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં જ્યાં મહાવિકાસ અઘાડીના રૂપમાં I.N.D.I.A. ગઠબંધન એકજૂઠ છે અને તેણે મોટાભાગની બેઠકો પર સમજદારી અને સંકલન સાથે ઉમેદવારોની પસંદગી કરી છે.

મહારાષ્ટ્રમાં ભાજપને સતાવી રહ્યો છે DMK ફેક્ટરનો ડર

આ ચૂંટણીમાં સૌથી મોટું ફેક્ટર DMK એટલે કે, દલિત, મરાઠા-મુસ્લિમ અને કુનબી બનીને સામે આવી રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણીમાં વિદર્ભની પાંચ અને મરાઠાવાડાની ત્રણ બેઠકો પર ચૂંટણી છે પરંતુ તેમાંથી કેટલીક બેઠકો પર બીજેપીએ ખૂબ મહેનત કરવી પડી રહી છે. મહારાષ્ટ્રમાં દલિત મતદારો વિદર્ભ અને મરાઠાવાડામાં નિર્ણાયક હોય છે. ત્યાં હવે એ વાત ફેલાવા લાગી છે કે, જો બીજેપી સત્તામાં આવી તો તે બાબાસાહેબ આંબેડકરના બંધારણને બદલી નાખશે. જો જો કે, પીએમ મોદી વારંવાર કહી રહ્યા છે કે કોઈ પણ શક્તિ બંધારણને બદલી નહીં શકે પરંતુ દલિતોમાં બાબાસાહેબનો દરજ્જો ભગવાનથી ઓછો નથી. તેથી ભલે નવબૌદ્ધ હોય કે દલિત, બંધારણ સાથે છેડછાડનો માત્ર ઉલ્લેખ જ મુદ્દો બનાવવા માટે પૂરતો છે. 

અનામતનો મુદ્દો તેમની ચિંતા

ઈન્ડિયાના બદલે ભારત કરવા જેવા ભાષણ પણ દલિત સમાજમાં શંકા ઉત્પન્ન કરી ચૂક્યા છે. તેની અસલી ચિંતા અનામત છે. આ વખતે પણ તેને મુખ્ય મુદ્દો બનાવી રાખ્યો છે. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકર દરેક સભામાં ભાજપ તરફથી બંધારણને ખતરો હોવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવી રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે, જો બીજેપી અને મોદી પાછા સત્તામાં આવ્યા તો તે પછી ચૂંટણી જ નહીં થશે. 



Google NewsGoogle News