મહારાષ્ટ્ર અવયવ દાનના સંકલ્પમાં દેશમાં સૌથી મોખરે

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્ર અવયવ દાનના સંકલ્પમાં દેશમાં  સૌથી મોખરે 1 - image


43  દિવસમાં 20 હજાર ડિજિટલ પ્રતિજ્ઞાા સાથે

રાજ્યના તમામ જિલ્લામાં પુરુષોની સરખામણીએ મહિલાઓએ વધુ સંખ્યામાં અવયવદાનનો સંકલ્પ કયા

મુંબઈ :  ૩૦-૪૫ વર્ષની વયના લોકો મોટી સંખ્યામાં પોતાના અંગોનું દાન કરવા માટે આગળ આવી રહ્યા છે. આ વય જૂથના ૪૦ હજારથી વધુ લોકોએ તેમના અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞાા લીધી છે. ૧૮-૩૦ વર્ષની વય જૂથમાં આશરે ૨૨,૦૦૦ પ્રતિજ્ઞાાઓ લેવાઈ છે, ત્યારબાદ ૪૫-૬૦ વર્ષની વયના લોકો ૧૮,૦૦૦થી વધુ છે. ૬૦થી વધુ વય જૂથના ફક્ત ૨,૬૫૧ લોકોએ અત્યાર સુધી નોંધણી કરાવી છે. નોંધનીય છે કે મહિલાઓ તેમના અંગો અને પેશીઓના દાનના સંકલ્પ કરવામાં મોખરે રહી છે.

રેકોર્ડ રાખવા માટે પ્રતિજ્ઞાાઓને આધાર કાર્ડ નંબર અથવા આયુષ્માન ભારત આરોગ્ય ખાતા સાથે જોડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મુંબઈની પ્રતિજ્ઞાાઓ મહારાષ્ટ્રના અર્ધ-શહેરી અને ગ્રામીણ જિલ્લાાઓની પ્રતિજ્ઞાાઓ કરતાં ઓછી છે.  નાંદેડ (૬૪૪), સિંધુદુર્ગ (૧,૦૭૦), વર્ધા (૬૭૫) અને સાંગલી (૬૭૧) જેવા જિલ્લાઓમાં મુંબઈ અને નાગપુર(૨૩૩) જેવા મોટા શહેરો કરતાં વધુ પ્રતિજ્ઞાાઓ નોંધવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે અવયવ દાન ગયા વર્ષની સરખામણીએ વધારે છે, પણ પ્રતિક્ષા યાદીમાં ચાર હજારથી વધુ લોકો હોવાથી રાજ્યનો આરોગ્ય વિભાગ અવયવ દાન વધારવા માટે અનેક જાગૃતિ શિબિરો યોજવા જેવા પગલાં લઈ રહ્યો છે. પરિણામે આ વર્ષના અંત સુધીમાં બસોથી વધુ લોકોને અવયવ પ્રત્યારોપણ મળી શકે છે.



Google NewsGoogle News