Get The App

મહારાષ્ટ્ર ચૂંટણી માટે ઉદ્ધવ-પવાર બાદ કોંગ્રેસે જાહેર કરી પહેલી યાદી, 48 ઉમેદવારના નામનું એલાન

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્ર ચૂંટણી માટે ઉદ્ધવ-પવાર બાદ કોંગ્રેસે જાહેર કરી પહેલી યાદી, 48 ઉમેદવારના નામનું એલાન 1 - image


Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ચૂક્યા છે. મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસ, NCP(શરદ પવાર), અને શિવસેના (UTB) વચ્ચે 85-85 બેઠકોની વહેંચણી થઈ છે. બીજી બાજુ ઉમેદવારોની જાહેરાત પણ થવા લાગી છે. સત્તાધારી મહાયુતિમાં સામેલ ભાજપે 99, શિવસેના (શિંદે) 45 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજીત પવાર)એ 38 બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. જ્યારે ઉદ્ધવ ઠાકરેએ 65 ઉમેદવાર, શરદ પવારે 45 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. ત્યારબાદ હવે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાની પહેલી યાદી જાહેર કરી દીધી છે.

કોંગ્રેસે 48 ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી

કોંગ્રેસ પાર્ટી તરફથી 48 ઉમેદવારના નામનું એલાન કરાયું છે. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણને કરાડ સાઉથ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે પૂર્વ ઉર્જા મંત્રી નિતિન રાઉતને ફરી નાગપુર નોર્થ બેઠકથી મેદાનમાં ઉતાર્યા છે.


આ પણ વાંચો : મહારાષ્ટ્રની એ 'હોટ સીટ' જ્યાંથી ચૂંટણી મેદાને ત્રણેય સેનાએ ઉતાર્યા ઉમેદવાર, કોનું પલડું ભારે?

ઉદ્ધવ ઠાકરેએ 65 ઉમેદવારની પહેલી યાદી

મહાવિકાસ અઘાડી (એમવી)માં સામેલ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UTB)એ પણ ઉમેદવારોની એક યાદી જાહેર કરી હતી. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ 65 ઉમેદવારોની પોતાની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં ઉદ્ધવની પાર્ટીએ ઠાકરે પરિવારની એક પરંપરા તોડી દીધી છે. ઉદ્ધવ ઠાકરેએ પોતાના પિતરાઇ ભાઈ રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરે સામે પણ ઉમેદવાર ઉતારી દીધો છે. 


આ પણ વાંચો : મહાયુતિમાં બળવો ! આ દિગ્ગજ નેતાએ કર્યો મોટો ખેલ, ચૂંટણી ટાણે અજિત અને શિંદેને નાખી દીધા ટેન્શનમાં

શરદ પવારે 45 ઉમેદવારની પહેલી યાદી

NCP શરદ પવાર જૂથે મહારાષ્ટ્ર ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 45 નામ છે. શરદ પવારે તેમના ભત્રીજા અજિત પવાર સામે બારામતીથી ઉમેદવારનું નામ પણ જાહેર કર્યું છે. ખાસ વાત એ છે કે શરદ પવારે અહીંથી તેમના પૌત્ર યુગેન્દ્ર પવારને ટિકિટ આપી છે.


ઝારખંડ માટે કોંગ્રેસે 7 ઉમેદવારોના નામ કર્યા જાહેર

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પણ કોંગ્રેસે 7 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. 



Google NewsGoogle News