Get The App

Maharashtra Election 2024: મતદાનના દિવસે સઘન સુરક્ષા વ્યવસ્થા, મુંબઈમાં 30 હજાર પોલીસકર્મીઓને તહેનાત કરાશે

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
Maharashtra Election 2024: મતદાનના દિવસે સઘન સુરક્ષા વ્યવસ્થા, મુંબઈમાં 30 હજાર પોલીસકર્મીઓને તહેનાત કરાશે 1 - image

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મતદાન મથકથી લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાનના દિવસે રાજધાની મુંબઈમાં 30 હજાર પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આવતી કાલે મતદાન થશે અને પરિણામ 23 તારીખે જાહેર કરવામાં આવશે.

મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મુંબઈમાં મતદાનના દિવસે એડિશનલ પોલીસ કમિશનર સ્તરના 5 અધિકારીઓ, 20 ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) અને 83 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ACP) વ્યવસ્થા દરમિયાન વિવિધ ટીમોનું નેતૃત્વ કરશે. 25 હજારથી વધુ પોલીસ કોન્સ્ટેબલ, 3 રાયોટ કંટ્રોલ પોલીસની ટીમ તૈયાર રહેશે.

4 હજાર હોમગાર્ડ તહેનાત રહેશે

આ ઉપરાંત ટ્રાફિક કંટ્રોલ માટે 144 પોલીસ અધિકારી અને એક હજાર પોલીસ કોન્સ્ટેબલને શહેરમાં તહેનાત કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે, 4 હજારથી વધુ હોમગાર્ડ પણ તહેનાત કરવામાં આવશે. 

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: ભાજપ નેતા વિનોદ તાવડે પર 5 કરોડ વહેંચવાનો આરોપ, વિપક્ષ ચૂંટણી પંચ સામે આક્રમક

આ સુરક્ષાદળો પણ રહેશે તહેનાત

સ્ટેટિક સર્વેલન્સ ટીમ (SST), FST સહિત 26 સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ/સ્ટેટ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF/SAP) ટુકડીઓ તહેનાત કરવામાં આવશે. આ ચૂંટણીમાં મુંબઈમાં 175 કરોડ રૂપિયાની રોકડ, કિંમતી સામાન, દારૂ અને ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. 


Google NewsGoogle News