Get The App

મહારાષ્ટ્રના કૃષિ મંત્રી ધનંજય મુંડે કોરોના સંક્રમિત, અજિત પવારે લોકોને કરી આ અપીલ

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્રના કૃષિ મંત્રી ધનંજય મુંડે કોરોના સંક્રમિત, અજિત પવારે લોકોને કરી આ અપીલ 1 - image


Image Source: Twitter

- રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રના અંતિમ દિવસે તેઓ કોરોના સંક્રમિત થઈ ગયા હતા

મુંબઈ, તા. 25 ડિસેમ્બર 2023, સોમવાર

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી એક વખત માથુ ઉંચક્યુ છે. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે મહારાષ્ટ્રના કૃષિ મંત્રી ધનંજય મુંડે કોરોના સંક્રમિત થયા છે. રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે આ બાબતની માહિતી આપી છે અને તેમણે લોકોને અપીલ કરી છે તેનાથી ગભરાવું નહીં.

અજિત પવારે જણાવ્યું કે, મારા કેબિનેટ સહયોગીઓમાંથી એક ધનંજય મુંડે કોવિડ-19થી સંક્રમિત થઈ ગયા છે. તેના માટે વહીવટી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. જોકે, ધનંજય મુંડેના કાર્યાલયે પણ તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી છે. હજું સુધી વેરિએન્ટ વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી.

શિયાળુ સત્રના અંતિમ દિવસે થયા સંક્રમિત

કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે, રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રના અંતિમ દિવસે તેઓ કોરોના સંક્રમિત થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, મંત્રી 21 તારીખે પોતાના ઘરે ગયા અને આઈસોલેશનમાં રહ્યા તથા ડોક્ટર્સની સલાહ પ્રમાણે દવા પણ લીધી. હવે તેમનામાં કોઈ લક્ષણો નથી. હવે તેઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. 

તેમણે આગળ જણાવ્યું કે, તેમની ઓફિસના કેટલાક કર્મચારીઓની તબિયત પણ લથડી છે પરંતુ અમે પ્રોટોકોલને અનુસરીને કોઈ સાથે મુલાકાત નથી કરી રહ્યા. અમારામાંથી કોઈમાં પણ સંક્રમણના કોઈ લક્ષણો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા પ્રમાણે રવિવારે 656 કોરોના વાયરસના કેસ નોંધાયા હતા. સક્રિય કેસ હવે વધીને 3,742 થઈ ગયા છે.


Google NewsGoogle News