Get The App

કળિયુગી પિતા: મહારાષ્ટ્રમાં વ્યક્તિએ પોતાના 3 વર્ષના પુત્રને વેચી નાખી તે પૈસાથી કરી દારૂની પાર્ટી

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
કળિયુગી પિતા: મહારાષ્ટ્રમાં વ્યક્તિએ પોતાના 3 વર્ષના પુત્રને વેચી નાખી તે પૈસાથી કરી દારૂની પાર્ટી 1 - image


Image Source: Twitter&Freepik

- પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી

મહારાષ્ટ્ર, તા. 07 જાન્યુઆરી 2024, રવિવાર

મહારાષ્ટ્ર (Maharashtra)ના યવતમાલ (Yavatmal)થી માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં પિતા અનો પુત્રના સબંધોને તાર-તાર કરી નાખ્યા છે. મહારાષ્ટ્રના આર્ણી તાલુકાના એક ત્રણ વર્ષના બાળકને તેમના જ પિતાએ દારૂ માટે તેલંગાણાના આદિલાબાદમાં 2.5 લાખમાં વેચી નાખ્યો હતો. પોલીસે પિતા વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે અને આ મામલે બે લોકોની ધરપકડ પણ કરી છે.

પીડિત બાળકની માતાએ ફરિયાદ નોંધાવી

આ મામલે પીડિત બાળકની માતાએ ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે પતિ-પત્ની વચ્ચે અણબન ચાલી રહી હતી. જેના કારણે બંને ગત મહિનાથી અલગ રહેતા હતા. પીડિત છોકરો તેમના પિતા સાથે રહેતો હતો. આ દરમિયાન શરાબી પિતાએ પુત્રને દારૂ માટે વેચી દીધો. બાળકની માતાની ફરિયાદના આધારે આર્ણી પોલીસે કેસ નોંધ્યો અને પિતાની સાથે-સાથે અન્ય એક વ્યક્તિની કોપરા ગામથી ધરપકડ કરી લીધી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ બાળકના પિતા શ્રવણ દાદારાવ દેવકર (32 વર્ષ) અને ચંદ્રભાન દેવકર (65 વર્ષ) તરીકે થઈ છે.  જ્યારે કૈલાસ લક્ષ્મણ ગાયકવાડ અને બાલ્યા ગોદામ્બે ફરાર છે અને તેમની તલાશ કરવામાં આવી રહી છે. પુષ્પા દેવકર (27) છેલ્લા એક મહિનાથી તેમના પતિ શ્રાવણથી અલગ રહેતી હતી. તેમનો એક ત્રણ વર્ષનો પુત્ર જય દેવકર છે જે પોતાના પિતા શ્રવણ દેવકર સાથે રહી રહ્યો હતો.

દરમિયાન માતા પુષ્પાને ખબર પડી કે તેના પતિ શ્રવણ અને તેના સાથીઓએ તેમના ત્રણ વર્ષના પુત્ર જયને તેલંગાણાના અદિલાબાદમાં વેચી દીધો છે. ત્યારબાદ પુષ્પા દેવકરે તાત્કાલિક આર્ણી પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે શ્રવણ દેવકર અને અન્ય ત્રણ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.


Google NewsGoogle News