પાડોશી રાજ્યમાં ડેમમાં બોટ ડૂબતાં હાહાકાર, 6 લોકોની કોઈ ભાળ ન મળી, NDRF-SDRF તહેનાત
Maharastra Dam News | મંગળવારે સાંજે મહારાષ્ટ્રના કલાશી ગામમાં આવેલા ઉજાણી ડેમમાં એક બોટ ડૂબી જવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 6 લોકો ગુમ થઈ ગયા હતા જેમની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. ગુમ થયેલા લોકો મૃત્યુ પામી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમની શોધખોળ માટે એનડીઆરએફ અને એસડીઆરએફને પણ તહેનાત કરવામાં આવ્યા છે.
પૂણે જિલ્લામાં બની ઘટના
માહિતી અનુસાર પૂણે જિલ્લાના કલાશી ગામમાં આ ઘટના બની હતી. અહીં ઈન્દુપુર તાલુકામાં બોટ ડૂબી ગઇ હતી. હાલમાં ભારે ગરમીનો માહોલ હોવાથી લોકો જ્યાં ત્યાં ફરવા કે ન્હાવા માટે પહોંચી જાય છે. નદીઓ કાંઠે અને દરિયા કાંઠે પણ લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. આ વચ્ચે લોકોની ડૂબવાઓની ઘટનાઓમાં સતત વધારો ચિંતાજનક છે. હાલમાં પોલીસ પણ કલાશી ગામમાં ઉજાણી ડેમ ખાતે બનેલી ઘટનાની તપાસ કરાવ પહોંચી ગઇ છે.