Get The App

'મહાદેવ સટ્ટાબાજી એપ દ્વારા શેરબજારમાં 1000 કરોડનું રોકાણ કરાયું...' ગેમિંગ એપના MDની કબૂલાત

Updated: May 10th, 2024


Google NewsGoogle News
'મહાદેવ સટ્ટાબાજી એપ દ્વારા શેરબજારમાં 1000 કરોડનું રોકાણ કરાયું...' ગેમિંગ એપના MDની કબૂલાત 1 - image


Mahdev App Case | મહાદેવ સટ્ટાબાજીની એપના 1 હજાર કરોડનું ભારતીય શેરબજારમાં રોકાણ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) આ રેકેટની તપાસ કરી રહી છે. આરોપી સુરેશ ચોકાનીની પૂછપરછમાં  આ ખળભળાટજનક માહિતી મળી હતી.

બનાવટી કંપનીઓ દ્વારા શેરમાર્કેટમાં રોકાણ કરવામાં આવ્યું હોવાની કબૂલાત ચૌકાનીએ કરી હતી. ઈડીને તેણે માહિતી આપી હતી કે સ્ટોક એક્સચેન્જ એપનો રોકાણ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઈડીની તપાસ દરમિયાન સુરેશ ચૌકાનીએ હરીશંકર ટિબરેવાલ નામની વ્યક્તિનું નામ સામે આવ્યું છે. ઈડીને શંકા છે કે મહાદેવ સટ્ટાબાજી મેળવેલા 1 હજાર કરોડ ભારતની જ બનાવટી કંપની અને ડી-મેટ એકાઉન્ટ ખોલીને શેરબજારમાં રોકાણ કરવામાં  આવ્યું હતું. આ સંબંધિત અમુક દસ્તાવેજો પણ ઈડીને મળ્યા છે. હવે આ કંપનીઓ ક્યારે સ્થાપાઈ તેમની પૃષ્ઠભૂમિ શું છે એની દસ્તાવેજોના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

મહાદેવ બેટિંગ એપ પ્રકરણમાં અગાઉ મુંબઈ પોલીસે અભિનેતા સાહિલ ખાનની છત્તીસગઢથી ધરપકડ કરી હતી.



Google NewsGoogle News