માધુરીએ રાફાહ હુમલા વિશે પોસ્ટ કર્યા બાદ તરત જ ડિલીટ મારી

Updated: May 29th, 2024


Google NewsGoogle News
માધુરીએ રાફાહ  હુમલા વિશે પોસ્ટ કર્યા  બાદ તરત જ ડિલીટ મારી 1 - image


સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ

પ્રિયંકા, સામંથા, સોનમ, દિયા મિર્ઝા, કોંકણા સેન સહિતની હિરોઈનો આ અંગે પોસ્ટ કરી ચૂકી છે

મુંબઇ :  માધુરી દીક્ષિતે  રાફાહ હુમલા વિશેની પોસ્ટ કર્યા બાદ થોડા સમયમાં જ ડિલીટ કરી દેતાં તે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે. 

ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટાઈન કેમ્પ રાફાહ  પર થયેલા હુમલામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનાં મોત થયાં હતાં. ખુદ ઈઝરાયેલ સરકારે આ હુમલો એક  ભૂલ હોવાનું માન્યું છે. તે પછી દુનિયાભરમાં સોશિયલ મીડિયા પર 'ઓલ આઈઝ ઓન રાફાહ' કેમ્પેઈન ચાલી રહ્યું છે.  પ્રિયંકા ચોપરા, સામંથા, સોનમ, દિયા મિર્ઝા, કોંકણા સેન સહિતની ભારતીય હિરોઈનો પણ આ અંગે પોસ્ટ કરી મૃત બાળકો માટે દિલસોજી વ્યક્ત કરી ચૂકી છે. 

જોકે, માધુરીએ આ અંગે પોસ્ટ કર્યા બાદ થોડા સમયમાં ડિલીટ કરી હતી. પરંતુ, તે પહેલાં તેની પોસ્ટનો સ્ક્રીન શોટ વાયરલ થઈ ગયો હતો. નેટ યૂઝર્સએ કહ્યું હતું કે માધુરી આ રીતે કોઈ પોસ્ટ ડિલીટ કરી દે તે બહુ ખેદજનક છે. તે પોતાના મંતવ્યમાં  મક્કમ રહી શકી નથી. જોકે, કેટલાક નેટ યૂઝર્સ દ્વારા એવી આશંકા વ્યક્ત કરાઈ હતી કે કદાચ માધુરીને આ પોસ્ટને કારણે ભારે વિરોધ સહન કરવો પડયો હશે. આથી તેણે આ પોસ્ટ ડિલીટ કરી છે.



Google NewsGoogle News