Get The App

નાગપુરમાં ભરબજારમાં પ્રેમીએ પ્રેયસીને ચાકુના ઘા માર્યા

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
નાગપુરમાં ભરબજારમાં પ્રેમીએ પ્રેયસીને ચાકુના ઘા માર્યા 1 - image


- પ્રેમીના હુમલામાં ઘાયલ તરુણી હોસ્પિટલમાં

મુંબઇ : નાગપુરમાં માર્કેટમાં લોકોની નજર સામે પ્રેમીએ તેની પ્રેમીકા પરચાકૂથી હુમલો કર્યો હતો. પ્રેમીકાએ વાત કરવાનું બંધ કરતા તે રોષે ભરાયો હતો. ઈજાગ્રસ્ત કિશોરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

- ૧૭ વર્ષની પ્રેમીકાને વાત કરવાનું બંધ કરી દેતાં ગુસ્સામાં આવી હુમલો

પોલીસપાસેથી મળેલી માહિતી મુજબ '૨૩ વર્ષીય રાહુલ અને ૧૭ વર્ષીય સંજના (નામ બદલ્યું છે)ના ગત ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. છેલ્લાં થોડા દિવસથી કિશોરીએ રાહુલ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આથી રાહુલ ગુસ્સે થઈ ગયો હતો. મનિષનગર પરિસરમાંથી સંજના પસાર થઈ રહી હતી. ત્યારે રાહુલે તેનો મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો. તું ક્યાં છે? એવી પૂછપરછ કરી હતી. તે સમયે સંજનાએ મનિષનગર ચૌકમાં હોવાનું કહ્યું હતું.

પ્રેમી રાહુલે તેને ત્યાં જ રોકાવા માટે જણાવ્યું હતું. બાદમાં રાહુલ તેને મળવા પહોંચી ગયો હતો. જ્યાં બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. દરમિયાન રાહુલે ચાકૂ કાઢીને પ્રેમીકાના ગાલ પર હુમલો કર્યો હતો. ત્યાર પછી રાહુલ ભાગી ગયો હતો. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે જખમી કિશોરીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસે રાહુલ સામે કેસ નોંધી વધુ તપાસ આદરી છે.


Google NewsGoogle News