રિયા તથા તેના ભાઈ અને પિતા સામેની લૂકઆઉટ નોટિસ હાઈકોર્ટ દ્વારા રદ

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
રિયા  તથા તેના ભાઈ અને પિતા સામેની લૂકઆઉટ નોટિસ  હાઈકોર્ટ દ્વારા રદ 1 - image


સુશાંત કેસમાં સીબીઆઈની તમામ દલીલો હાઈકોર્ટે ફગાવી

એફઆઈઆર માત્રથી લૂકઆઉટ નોટિસ ન અપાય તેવી હાઈકોર્ટની ટિપ્પણી, હવે રિયાને વિદેશ જવામાં સરળતા થશે

મુંબઈ :  અભિનેતા સશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધી તપાસ દરમ્યાન સીબીઆઈએ અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક અને તેમના પિતા ઈન્દ્રજીત ચક્રબોર્તી સામે જારી કરેલા લુક આઉટ સર્ક્યુલરને બોમ્બે હાઈ કોર્ટે રદ કર્યું છે.

કોર્ટે આદેશમાં જણાવ્યુંહતું કે ત્રણે સામેના એલઓસી રદ કરવામાં આવ્યા છે. સીબીઆઈની દલીલો અમે ફગાવી રહ્યા છીએ. ઓથોરિટી જ્યારે સંજોગો ઊભા થાય ત્યારે એલઓસી લાગુ કરી શકે છે, એ કહેવાની જરૃર નથી, એમ બોમ્બે હાઈ કોર્ટે ગુરુવારના આદેશમાં વધુમાં જણાવ્યું છે.

સીબીઆઈએ આદેશને સુપ્રીમમાં પડકારવા ચાર સપ્તાહનો સ્ટે માગ્યો હતો જે હાઈકોર્ટે નકાર્યો હતો.

એલઓસી હેઠળ કોર્ટની પૂર્વ પરવાનગી સિવાય વિદેશ જતાં વ્યક્તિને રોકવામાં આવે છે.આને લીધે  રિયાને વિદેશમાં કામ માટે જવામાં અડચણો આવતી હોવાથી એલઓસી રદ કરવાની અરજી આઠ ફેબુ્રઆરીએ કરવામાં આવી હતી. અરજી પર કોર્ટે ચુકાદો બાકી રાખ્યો હતો.

માત્ર એફઆઈઆર રજિસ્ટર થઈ હોવા માત્રથી એલઓસી જારી કરવાનું કેટલું યોગ્ય છે એવો સવાલ કોર્ટે સીબીઆઈની દલીલ સામે કર્યો હતો. અધિકારક્ષેત્ર પણ વધુ એક મુદ્દો છે કેમ કે એફઆઈઆર પટનામાં થઈ છે. દિલ્હીમાં સીબીઆઈએ કેસ હાથમાં લીધો એ પૂર્વે રાજપૂતના પરિવારે કરેલી ફરિયાદ પર આ કેસ નોંધાયો હતો. રિયા અને   સુશાંત  મુંબઈમાં રહેતા હોવાથી મુંબઈ યોગ્ય સ્થળ છે કેસ નોંધવા માટેનું અને સીબીઆઈ પણ અહીં તપાસ કરી રહી છે અને કથિત ગુનો મુંબઈમાં થયો છે.

એ જ રીતે શૌવિક અને તેમના પિતા વતી પણ વકિલે અધિકારક્ષેત્રની વાત કહી  હતી અને જણાવ્યું હતું કે આરોપી સક્રિય રીતે ધરપકડને ટાળતો હોવાના પુરાવા હોય તો જ એલઓસી જારી કરવામાં આવે છે જે આ કેસમાં નથી.

કોર્ટે આ કેસ ૨૦૨૦થી પ્રલંબિત છે અને સીબીઆઈએ આરોપનામું પણ દાખલ કર્યું નહોવાનું ધ્યાન દોરીને વિલંબને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.આ કોઈ આર્થિક કૌભાંડ નથી કેસ ક્યાંક તો સમાપન થવું જોઈએ. એક કેસમાં સાક્ષીદાર સામે એલઓસી જારી કરાતાં આજીવિકા રળવા વિદેશ જઈ શકતો નહોતો. આવા કેસ હોય તો કયો સાક્ષીદારો આગળ આવશે? એલઓસી રદ કરવામા ંતમને શું ભય છે? એવો સવાલ કોર્ટે કર્યો હતો.


Google NewsGoogle News