ઉદ્ધવ ઠાકરે પહેલી વખત કોંગ્રેસને આપશે મત, મતદાન પહેલા કર્યું આ મોટું એલાન
Image Source: Twitter
Lok Sabha Election 2024: એવું પહેલી વખત બનશે જ્યારે ઠાકરે પરિવારનો કોઈ સભ્ય કોંગ્રેસને મત આપશે. મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક પરથી શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના ઉમેદવાર વર્ષા ગાયકવાડને સમર્થન આપવાનું એલાન કરતા કહ્યું કે તેઓ તેમને મત આપશે. વર્ષા ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરવા માટે માતોશ્રી પહોંચ્યા હતા જ્યાં ઉદ્ધવ ઠાકરેએ તેમને આશીર્વાદ પણ આપ્યા હતા. લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની NCP વચ્ચે મહારાષ્ટ્રમાં ગઠબંધન છે. આ ગઠબંધન હેઠળ કોંગ્રેસે આ બેઠક પરથી પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.
વર્ષા ગાયકવાડ સાથે મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું મુંબઈ નોર્થ સેન્ટ્રલ લોકસભા બેઠકથી મતદાતા છું અને હું વર્ષા ગાયકવાડને મત આપીશ. I.N.D.I.A. ગઠબંધન આ લોકસભા ચૂંટણી જીતશે. તે મારી નાની બહેન જેવી છે. અમે તેમને સાંસદ તરીકે દિલ્હી મોકલીશું. અમે તાનાશાહની સરકરને હટાવવા માટે એકજૂઠ છીએ.
હાલમાં પૂનમ મહાજન સાંસદ
મુંબઈ નોર્થ સેન્ટ્રલ લોકસભા બેઠક પરથી છેલ્લા બે વખતથી ભાજપ તરફથી પૂનમ મહાજન સાંસદ છે. હાલમાં ભાજપે 2024ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક માટે કોઈના નામની જાહેરાત નથી કરી.