ગોવંડીમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે સ્થાનિકો સાથે બે કરોડની છેતરપિંડી
આરોપી દંપતી મોબાઈલ સ્વીચ ઓફ કરી ફરાર
ફોરેક્સ ટ્રેડિંગમાં નોંધપાત્ર વળતરની લાલચ આપીને ૩૩ થી વધુ લોકોને ફસાવ્યા
પ્રાપ્ત માહિતી મુજબ, શિવાજીનગરમાં પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતા ફરિયાદીના જણાવ્યા મુજબ, ઓક્ટોબર ૨૦૨૩માં એક મિત્ર દ્વારા તેની ઓળખાણ આરોપી ઝાકિર ખાન સાથે થઈ હતી. ઓળખાણ સમયે ઝાકિરે દુબઈમાં તેના હેડક્વાર્ટર હોવાનું અને ફોરેક્સ ટ્રેડિંગ બિઝનેસ ધરાવતો હોવાનો દાવો કર્યો હતો. વધુમાં તેણે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ પર ઉચ્ચ વળતરની ખાતરી પણ આપી હતી.
આ બાદ ઝાકિરે ગોવંડી વિસ્તારમાં ઘણા સ્થાનિકોને તેની કંપનીમાં રોકાણ કરવા માટે સમજાવ્યું હતું. જેમાં ઝાકિરે સ્થાનિકોને જણાવ્યું હતું કે, ફોરેક્સ ટ્રેડિંગ કાયદેસર છે અને અન્ય લોકો આ ટ્રેડિંગ દ્વારા નોંધપાત્ર નફો મેળવી રહ્યા છે. આરોપીની વાત પર ખાતરી કરતા ફરિયાદીએ ઝાકીર અને તેની પત્ની આયેશા પાસે રુ. ૧૦ લાખનું રોકાણ કર્યું હતું. આ રોકાણને જોવા માટા ઝાકીરે ફરિયાદીને મોબાઈલ ફોન પર એક એપ્લિકેશન પણ ડાઉનલોડ કરાવ્યું હતું. આ બાદ ફરિયાદીને શરુઆતમાં નોંધપાત્ર વળતર આપવામાં આવ્યું હતું.
જો કે, ઓક્ટોબર ૨૦૨૪માં જ્યારે ફરિયાદીએ નાણાકીય જરુરિયાતને કારણે રોકાણ કરેલ ભંડોળમાંથી કેટલુક ભંડોળ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે એપમાં તકનીકી સમસ્યા હોવાને કારણે હાલ પૈસાનો વ્યવહાર કરી શકાશે નહીં એમ આરોપીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું.
આ બાદ નવેમ્બર સુધીમાં એપ્લિકેશનમાં રહેલ ફરિયાદીનો તમામ ડેટા એપમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. ફરિયાદીએ આ અંગે પૂછપરછ કરતા ઝાકિરે દાવો કર્યો હતો કે, તેની પાસે તમામ રોકાણકારોના ડેટા છે. જો કે, થોડા સમય બાદ ઝાકીર અને તેની પત્ની આયેશાએ ફરિયાદીનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું અને વળતર આવવાનું પણ બંધ થઈ ગયું હતું. ઓક્ટોબર ૨૦૨૩થી નવેમ્બર ૨૦૨૪ની વચ્ચે ફરિયાદીએ ઝાકિર અને આયેશા પર વિશ્વાસ રાખીને કુલ ૧૩.૬નું રોકાણ કર્યું હતું.
આ ઘટના બાદ ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા તેણે તરત જ શિવાજી નગર પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આ મામલે ઝાકિર અને આયેશા સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો અને જો કે, દંપતી ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી હતી.
આ મામલે પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ઝાકિર અને આયેશાએ ગોવંડી વિસ્તારમાં ૩૩ રોકાણકારોને છેતર્યા હતા. જેમા ંઆરોપી દંપતીએ કુલ રુ. ૨.૦૯ કરોડની ઉચાપત કરી હતી. સ્થાનિકોનો વિશ્વાસ મેળવવા માટે આરોપીઓએ શરુઆતમાં તમામ રોકાણકારોને નોંધપાત્ર વળતર ચૂકવ્યું હતુંં. આ બાદ આરોપી દંપતીએ પોતાનો મોબાઈલ નંબર સ્વીચ ઓફ કરી દેતા તમામ રોકાણકારાઓનો વળતર આપવાનું બંધ કરી દીધું હતું.
આ કૌંભાંડ પ્રકાશમાં આવતા અન્ય રોકાણકારોએ પણ શિવાજી નગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવ ી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં ફરિયાદીઓની સંખ્યા વધતા રોકાણની રકમ વધવાની શક્યતા છે. તેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.