Get The App

નેતાના પુત્રએ BMWથી મહિલાની કચડી: ઘટના પહેલા પબમાં હતો, વિદેશ ભાગી ગયો હોવાની આશંકા

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
Mumbai Hit and Run


Mumbai Hit and Run: મુંબઈના વરલી વિસ્તારના એટ્રિયા મોલ પાસે રવિવારે વહેલી સવારે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું. વરલીના કોલીવાડામાં રહેતા માછીમાર પતિ-પત્ની પ્રદીપ નાખ્વા અને કાવેરી નાખ્વા માછલી લેવા માટે સસૂન ડોક ગયા હતા. માછલીઓથી ભરેલા તેના સ્કૂટર સાથે પરત ફરતી વખતે તેને એક BMW કારે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઘાયલ કાવેરીનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે તેના પતિ પ્રદીપને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

અકસ્માત બાદ મિહિર ફરાર 

વરલી પોલીસના જણાવ્યું મુજબ પતિ-પત્નીના સ્કૂટરને ટક્કર મારનાર BMW કારને મિહિર શાહ નામનો યોવક ચલાવી રહ્યો હતો. મિહિરના પિતા રાજેશ શાહ પાલઘર જિલ્લામાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના અધિકારી છે. મિહિરની બાજુની સીટ પર બીજો એક વ્યક્તિ બેઠો હતો, જે કદાચ તેનો ડ્રાઈવર હતો. અકસ્માત બાદ મિહિર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સ્કૂટરને ટક્કર મારનાર કાર રાજેશ શાહના નામે રજીસ્ટર્ડ છે. તેમજ અકસ્માત બાદ મિહિરને ભાગવામાં મદદ કરવાના આરોપમાં તેમને કસ્ટડીમાં લીધા છે. 

આરોપી વિદેશ ભાગી શકે છે 

અધિકારીઓ અનુસાર, મિહિર શાહ દેશ છોડીને ભાગવાની શક્યતાઓ હોવાથી મુંબઈ પોલીસે રવિવારે સાંજે તેની વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કર્યું છે. આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને તેને શોધવા માટે છ ટીમો બનાવવામાં આવી છે. પોલીસને શંકા છે કે અકસ્માત સમયે મિહિર નશામાં હતો તેમજ અકસ્માતના થોડા સમય પહેલા તે જુહુના એક બારમાં હતો. 

આ પણ વાંચો: મુંબઈ પાણી-પાણી, 6 કલાકમાં 12 ઈંચ વરસાદ, ટ્રેન-બસ-વાહનવ્યવહાર ઠપ, શાળાઓમાં રજા જાહેર

પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ

અગાઉ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મિહિરે તેના પિતાને ફોન કરીને અકસ્માત વિશે જણાવ્યું હતું. ત્યારબાદથી તેનો ફોન સ્વીચ ઓફ છે. પોલીસની ચાર ટીમ મિહિરને શોધી રહી છે. પોલીસ તપાસમાં પુરાવાનો નાશ કરવાના પ્રયાસો પણ બહાર આવ્યા છે. કારના કાચ પર પાર્ટીનું સ્ટીકર હતું, જેને છુપાવવા માટે તેને સ્ક્રેચ કરવામાં આવ્યું હતું. અકસ્માત બાદ કારની નંબર પ્લેટ પણ કાઢી નાખવામાં આવી હતી. પરંતુ પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ પરથી કારને સ્કેન કરી હતી.

એકનાથ શિંદેએ કહ્યું કોઈને છોડવામાં નહી આવે 

મુખ્યમંત્રી એકનાથ શિંદે કહ્યું કે, 'મુંબઈ હીટ એન્ડ રન કેસ દુર્ભાગ્યપૂર્ણ છે. તેની કાર્યવાહી કરવામાં આવશે. કાયદો તેની કામ કરશે, કયાદની સામે બધા જ સમાન છે. મેં પોલીસ સાથે વાત કરી છે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. જે કોઈ દોષી છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. અમે બધી સાથે સમાન વ્યવહાર કરીએ છીએ.'

નેતાના પુત્રએ BMWથી મહિલાની કચડી: ઘટના પહેલા પબમાં હતો, વિદેશ ભાગી ગયો હોવાની આશંકા 2 - image



Google NewsGoogle News