પત્નીઓના લિવર ડોનેશનથી 10 કલાકમાં 2 જણનો બચાવ
અવયવ દાન અને આધુનિક ટેકનોલોજીનો સંગમ
બંને દર્દીના બ્લડ ગુ્રપ એકબીજાની પત્ની સાથે મેચ થતા હોવાથી લિવર પ્રત્યારોપણ પ્રક્રિયા શક્ય બની
મુંબઈ : લિવરની સમસ્યાથી પીડાતા અમરાવતીના ૬૧ વર્ષના રામદાસ ચવાણ અને ૪૧ વર્ષના અકોલાના દિનેશ સરોડેની બીમારી અંતિમ તબક્કામાં હતી. પણ તેમની પત્નીના નિઃસ્વાર્થ લિવર ડોનેશનના પગલે થયેલા સ્વેપ પ્રત્યારોપણ દ્વારા તેમનો જીવ બચી ગયો. મેડિકલ ટેકનોલોજીમાં થયેલી પ્રગતિ અને ડોક્ટરોની કુશળતાને કારણે લિવર સ્વેપિંગ શક્ય બન્યું હતું. પ્રત્યારોપણ પ્રક્રિયા દસ કલાકથી વધુ સમય ચાલી હતી અને દર્દીઓના જીવ બચી ગયા હતા.
હોસ્પિટલોમાં લિવર, સ્વાદુપિંડ, ઈન્ટસ્ટાઈન પ્રત્યારોપણ કાર્યક્રમ સંભાળતા ડોક્ટરોએ લિવરની ગ્રાઉન્ડબ્રેકિંગ સ્વેપ (અદલાબદલી) કરી. પત્નીઓની લિવર ડોનેટ કરવાની ઈચ્છા છતાં યોગ્યતાના મુદ્દે રચનાત્મક સમાધાનની જરૃર પડી હતી. બંને દર્દીઓના બ્લડ ગુ્રપ અલગ હતા અને તેમના પરિવારમાં પણ એવા બ્લડ ગુ્રપ ઉપલબ્ધ નહોતા. ઉપરાંત બંને દર્દીઓની સ્થિતિ ગંભીર હતી. તેમની પત્નીઓના બ્લડગુ્રપ એકબીજાના પતિ સાથે સાથે મેચ થતા હતા જેના કારણે આ લાભદાયી અદલાબદલી શક્ય બની. આવા કેસમાં ડોક્ટરોએ એકસાથે પ્રત્યારોપણ કરવું પડે છે. મેડિકલ ટેકનોલોજીમાં પ્રગતિને કારણે આ પ્રક્રિયા હવે શક્ય બની છે.
સ કલાક ચાલેલી જટિલ પ્રત્યારોપણ પ્રક્રિયા સફળ થતા બંને પ્રાપ્તકર્તાને બે અઠવાડિયામાં ડિસ્ચાર્જ પણ કરી ેવાયા જ્યારે ાતાઓ તો માત્ર એક અઠવાડિયામાં ડિસ્ચાર્જ થઈ ગયા હતા.
વરિષ્ઠ ડોક્ટરોએ લિવર પ્રત્યારોપણમાં સતત ડોનરની તંગીના નિરાકરણ માટે આ અભિગમને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. ભિન્ન બ્લડ ગુ્રપ સાથેના દર્દીઓ માટે અવયવોની અદલાબદલી મેડિકલ ટેકનોલોજીમાં થયેલી પ્રગતિથી શક્ય બને છે. આ પ્રક્રિયા થોડી જટિલ પણ હોય છે.