મોબાઈલ એપ પર લાઈવ સેક્સ શોનું રેકેટઃ 2 મહિલા સહિત 3ની ધરપકડ
વરસોવામાં જુદા જુદા બંગલા તથા 1 બિલ્ડિંગમાં દરોડા
મોબાઈલ એપ પર ઓનલાઈન લાઈવ સેક્સ દેખાડવાના એકથી 10 હજાર વસૂલાતા હતા : એપનો માલિક- સંચાલક ફરાર
મુંબઇ : મુંબઈમાં મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન લાઈવ સેક્સ દેખાડવાનું રેકેટ પકડાયું છે. મોબાઈલ એપ ડાઊનલોડ કરી નિયત રકમ ભરે તેમને રીતસરનો સેક્સ શો દેખાડાતો હતો. પોલીસે વરસોવામાં જુદા જુદા બંગલા પર દરોડા પાડી બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. જોકે, એપનો માલિક-સંચાલક ફરાર થઈ ગયો છે.
પોલીસને બાતમી મળી હતી કે એક ચોક્કસ મોબાઈલ એપ દ્વારા લાઈવ સેક્સ શો ચલાવાય છે. મોબાઈલ એપ ડાઉનલોડ કરનારા એકથી દસ હજાર રુપિયા સુધીની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરે તે પછી તેમને લાઈવ સેક્સ દેખાડાય છે. બાતમીના આધારે પોલીસે વરસોવા ચાર બંગલા, મોડલ ટાઉન તથા એક બિલ્ડિંગના ફલેટમાં દરોડા પાડયા હતા.
પોલીસે આ રેકેટમાં સામેલ ે તનિષા કનોજીયા (ઉ.વ.૨૦), રુદ્દ રાઉત (ઉ.વ.૨૭), તમન્ના ખાન (ઉ.વ.૩૪)ની ધરપકડ કરી હતી.
જોકે, આ ઍપનો માલિક-સંચાલક નાસી ગયો છે. પોલીસે તેને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
આ ગેંગ યુઝર્સ પાસેથી પૈસા લઇને લાઇવ સેક્સના અશ્લીલ ફોટા, વીડિયો બતાવતા ઝડપાઇ ગઇ હતી. આરોપીઓ સામે કલમ ૨૯૨, ૨૯૩ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મોબાઈલ પર અશ્લીલ સામગ્રી દર્શાવતી એપ્સનો રાફડો ફાટયો છે. અનેક યુવતીઓ પણ આ રેકેટમાં સામેલ હોય છે. જોકે, લાઈવ સેક્સ દર્શાવતાં એપનું રેકેટ પહેલીવાર પકડાયું છે.