ગણેશ વિસજર્ન માટે કૃત્રિમ તળાવો ગૂગલ મેપ પર લિસ્ટ
શહેરમાં 200 કૃત્રિમ તળાવો રચાશે
ગણેશ વિસર્જનનાં સ્થળો માટે ક્યુઆર કોડ પણ અપાશેઃ ઈકો ફ્રેન્ડલી પ્રતિમા મટે શાડુ માટી વિના મુલ્યેકરાશે
મુંબઇ - ગણેશોત્સવ દરમિયાન ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે મુંબઇ મહાનગર પાલિકાએ ઉભા કરેલા કૃત્રિમ તળાવોની યાદી અને નકશો ગુગલ પર મૂકશે. જેથી તેને શોધવાનું ગણેશ ભક્તો માટે સરળ બનશે. સમગ્ર શહેરમાં ૨૦૦થી વધુ કૃત્રિમ તળાવો ઉભા કરાશે.
આ વર્ષે ૭ સપ્ટેમ્બરથી શરૃ થનારા ગણેશોત્સવ તહેવાર માટે ઇકો- ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ ના વિકલ્પોનો ઉપયોગ કરનારા રહેવાસીઓ અને ગણેશ મંડળોને પ્રોત્સાહિત કરશે.
આ કવાયત પાછળનો ે મુખ્ય ઉદેશ્ય નદી, દરિયાના પાણીમાં પ્રદૂષણ ઘટાડવાનો છે. દરિયા કિનારે ગણેશ ભક્તોની ગણેશ વિસર્જનની ભીડને ટાળવા માટે કૃત્રિમ તળાવો ઉભા કરાય છે. ગયા વર્ષે સમગ્ર મુંબઇમાં કૃત્રિમ તળાવો સહિત વિવિધ ઠેકાણે મળીને કુલ ૨,૦૫,૭૨૨ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
પાલિકા કૃત્રિમ તળાવની જગ્યાએ ગણેશભક્તો ગણેશમૂર્તિનું વિસર્જન કરવા સરળતાથી પહોંચવા માટે ક્યુઆર કોડ પ્રદાન કરશે. અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓને પ્રોત્સાહન આફવા મફતમાં શાડુની માટી આપશે.
પાલિકાએ ગણેશ મંડળોને પરવાનગી આપવા માટે એક ઓનલાઇન વન- વિન્ડો સિસ્ટમ દાખલ કરી છે. ગણેશ ભક્તોની સુવિધા માટે ગિરગામ ચોપાટી, દાદર, જૂહુ અને માહિમ ચોપાટી જેવા લોકપ્રિય વિસર્જન સ્થળો પર મોબાઇલ ટોઇલેટની સંખ્યામાં વધારો કરશે.